દેશને આગળ લઈ જવા માટે જાતિ વિભાજનના દુષ્ચક્રમાંથી બહાર આવવાની જરુરઃ સંઘ પ્રમુખ
Mohan Bhagwat On Ambedkar Jayanti: 14 એપ્રિલ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે બાબા સાહેબના એ ભાષણની યાદ અપાવી જેને તેમણે બંધારણના અનાવરણ પ્રસંગે સંસદમાં આપ્યુ હતુ.
શુક્રવારે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યુ કે આપણે આ ભાષણોને 14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ અને 6 ડિસેમ્બરે તેમની પુણ્યતિથિ પર વાંચવા જોઈએ અને આત્મનિરીક્ષણ કરવુ જોઈએ.

તમને જણાવી દઈએ કે શુક્રવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અમદાવાદમાં સમાજ સંગમ શક્તિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે લોકોએ દર વર્ષે 14 એપ્રિલ અને 6 ડિસેમ્બરે સંસદમાં બાબાસાહેબ બીઆર આંબેડકરના ભાષણો વાંચવા જોઈએ.
દેશને આગળ લઈ જવા માટે ભારતીયોએ જાતિવિભાજનના 'દુષ્ટ વર્તુળ'માંથી બહાર આવવાની જરૂર છે. મોહન ભાગવતે દેશમાં વિવિધ જાતિઓ અને સમુદાયો વચ્ચે એકતાનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યુ કે દેશમાં વિવિધ સંસ્કૃતિઓ હોવા છતાં, તમામ ભારતીયોનુ 'ડીએનએ' સમાન છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ, 'આંબેડકરે કહ્યુ હતુ કે ભારત વિદેશીઓ સામે એટલા માટે નહોતુ હાર્યુ કારણકે તેઓ મજબૂત હતા, આપણે આપણો દેશ તેમને ચાંદીની થાળીમાં રજૂ કર્યો હતો, કારણ કે અમે અમારા મતભેદોને કારણે એકબીજા સાથે લડતા હતા. અન્યથા કોઈ આપણી સ્વતંત્રતા છીનવી ના શકે. કોઈ છીનવામાં સક્ષમ નહોતુ.'
આરએસએસના વડાએ કહ્યુ, 'આંબેડકરે એમ પણ કહ્યુ હતુ કે ન્યાયી અને સમાન સમાજની રચના કર્યા વિના, ભારત રાજકીય અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત નહિ કરી શકે. આ હાંસલ કરવા માટે, આપણે આપણા સમાજમાંથી મતભેદો દૂર કરવાની જરૂર છે. આપણે ભૂતકાળમાં એક સંયુક્ત સમાજ હતા. પાછળથી આપણે આ જાતિઓ અને વર્ગો બનાવ્યાં છે, જેણે આપણી વચ્ચે ભિન્નતા પેદા કરી છે.'
તેમણે કહ્યુ, 'હવે હું કહુ છુ કે વિદેશી તાકાતોએ એ પરિસ્થિતિનો લાભ લીધો અને આ તિરાડને પહોળી કરી. આપણે આ દુષ્ચક્રમાંથી બહાર આવીને એક થવુ પડશે. નહીં તો આપણે દેશને આગળ લઈ જવાના સપનાને કેવી રીતે સાકાર કરી શકીશુ.'
ભાગવતે કહ્યુ, 'ભારતમાં ફેલાયેલી તમામ વિવિધતાઓને સ્વીકારતીને અને તેનો આદર કરતીને આપણે ધ્યાનમાં રાખવુ જોઈએ કે આપણે પહેલા ભારતના છીએ. ભારતીય સંસ્કૃતિ, ઘણા લોકો તેને હિંદુ સંસ્કૃતિ અથવા સનાતન સંસ્કૃતિ કહે છે. તેના ઘણા નામ છે. અલગ-અલગ હોવા છતાં. જુદી જુદી ભાષાઓ, રિવાજો કે પ્રાદેશિક ઓળખ હોવા છતાં આપણુ ડીએનએ આખરે એક જ છે.'
તેમણે કહ્યુ કે આઝાદી પછી આપણે સાચા માર્ગ પર છીએ કે કેમ તે અંગે આત્મનિરીક્ષણ કરી શકાય છે. કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યુ, 'આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી. તે પછી, આપણે ડૉ. બાબાસાહેબના નેતૃત્વમાં આપણુ બંધારણ તૈયાર કર્યુ હતુ. જ્યારે તે બંધારણનું ભારતની સંસદમાં અનાવરણ થયું ત્યારે ડૉ. બાબાસાહેબે બે ભાષણો આપ્યા હતા.'
ભાગવતે ઉમેર્યુ કે, 'બાબાસાહેબનુ ભાષણ આપણને તે સ્વતંત્રતા માટે લાયક બનવા માટે માર્ગદર્શન આપે છે. આપણે તે ભાષણ દર વર્ષે 14 એપ્રિલ અને 6 ડિસેમ્બરે વાંચવા જોઈએ અને આત્મનિરીક્ષણ કરવુ જોઈએ કે આપણે સાચા માર્ગ પર છીએ કે નહી.'
તેમણે કહ્યુ, વાસ્તવમાં, ડૉ બીઆર આંબેડકરની જન્મજયંતિ 14મી એપ્રિલે આવે છે જ્યારે તેમની પુણ્યતિથિ 6 ડિસેમ્બરે આવે છે. આરએસએસના વડાએ ડૉ. બીઆર આંબેડકરના ભાષણોને ટાંકતા વધુમાં કહ્યુ હતુ કે દેશની અંદર મતભેદો અને આંતરિક ઝઘડાને કારણે દેશ વિદેશી શક્તિઓને આધીન બની ગયો છે. બાબાસાહેબ તેમના ભાષણોમાં એકતાના મહત્વ વિશે વાત કરે છે.
તેઓ કહે છે કે આપણા દેશને કોઈ શક્તિશાળી બહારની શક્તિ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું કે આપણા પોતાના મતભેદો અને આંતરકલહના કારણે જ તેમણે આપણા દેશને આધીન બનાવ્યો. નહિંતર, કોઈએ આપણને વસાહત બનાવવાની હિંમત કરી ન હોત.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
