કુતરાએ 14 વર્ષની છોકરીને બચાવી બળાત્કારીઓના ચુંગલમાંથી
એક પાલતુ કુતરાએ 14 વર્ષની કિશોરીને બળાત્કારીઓથી બચાવી હતી. છોકરીને બચાવવા કુતરો હવસખોરો સામે ભીડ્યો હતો.
થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લૂંટનો ભોગ બનેલી દાદીની મદદ માટે કુતરાં દોડી આવ્યાં હતાં. વધુ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના મધ્ય પ્રદેશની છે જ્યાં એક પાલતુ કુતરાએ 14 વર્ષની કિશોરીને બળાત્કારીઓથી બચાવી હતી. છોકરીને બચાવવા કુતરો હવસખોરો સામે ભીડી ગયો હતો. નરાધમોએ કુતરા પર હુમલો પણ કર્યો હતો છતાં કુતરો પાછળ ન હટ્યો. આખરે આરોપીઓએ ઘટના સ્થળેથી ભાગવું પડ્યું હતું. તે સમયે પણ કુતરાએ તેમનો પીછો નહોતો છોડ્યો. ભાગતી વખતે કુતરો બેમાંથી એક આરોપીને ખરાબ રીતે કરડ્યો હતો. આ મામલે પોલીસને સૂચના આપી દેવામાં આવી હતી.

કુતરાએ 14 વર્ષની છોકરીને બચાવી
આ સમગ્ર મામલો મધ્ય પ્રદેશના સાગર જિલ્લાનો છે. મોતીનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર વિપિન તામ્રકરે જણાવ્યું કે આ ઘટના શનિવાર રાતની છે. એમણે જણાવ્યું કે 14 વર્ષની પીડિતા શનિવારે સાંજે કોઈ કામથી ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન એશૂ અહિરવાર (39) અને પુનીત અહિરવારે (24) પીડિતાને ચાકુની નોક પર બંધક બનાવી તેને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં કથિત રીતે બંને આરોપીઓે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બળાત્કારીઓએ કુતરા પર કર્યો હુમલો
જો કે પીડિતા સતત આરોપીઓનો વિરોધ કરી રહી હતી, પીડિતાની ચીસ સાંભળીને પાળતુ કુતરો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કુતરાએ બંને આરોપીઓ પર હુમલો કરી દીધો હતો. કુતરાને ભગાડવા તેમણે શક્ય તમામ પ્રયત્નો કર્યા. આરોપીઓએ કુતરા પર ધારદાર હથિયાર વડે હુમલો પણ કર્યો છતાં કુતરો પાછળ ન હટ્યો.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
જોતજોતામાં જ ત્યાં લોકો એકઠા થવા લાગ્યા હતા. આજુ-બાજુમાં રહેતા સ્થાનિક લોકોને આવતા જોઈ આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ કુતરાએ એમનો પીછો ન છોડ્યો અને એમને કેટલીય જગ્યાએ કરડી પણ ખાધુ. બાદમાં રવિવારે પીડિતાના પરિવારે આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો. મેડિકલ ચેકઅપ દ્વારા છોકરી પર રેપ થયો હોવાની પુષ્ટિ થઈ છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
