ભૂલથી પણ *401* ડાયલ ના કરશો, એક કોડથી ખાલી થઇ જશે બેંક ખાતું
21મી સદીમાં હરણફાળ ગતિએ ટેક્નોલોજી આગળ વધી રહી છે, પરંતુ તેની સાથે જ કૌભાંડીઓની તરકીબો પણ ડાયનોસોર ગતિએ આગળ વધી રહી છે. સવાર પડતાની સાથે જ તમે કોઈને કોઈ નવા કૌભાંડની વાત સાંભળતા જ હશો, પછી તે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉઠાંતરીનું હોય, 21 દિવસમાં પૈસા ડબલની સ્કીમ હોય કે પછી રાતોરાત કરોડપતિ બનાવી દેતી સ્કીમ હોય. આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે જેનાથી તમારું બેંક અકાઉન્ટ તો ખાલી થઇ જ જશે સાથે જ તમારી પ્રાઇવસી પણ ખતરામાં પડી શકે છે.

જી હાં, કોલ ફોર્વર્ડિંગ સ્કેમ અત્યારે તેજ ગતિએ ચાલી રહ્યું છે, અને ઘણા નિર્દોષ નાગરિકો આ સ્કેમના શિકાર પણ થઇ રહ્યા છે. કોઈને કોઈ યુક્તિ અપનાવી સ્કેમર્સ તમારા મારફતે જ તમારો મોબાઈલ હેક કરાવી લે છે.
અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડિલિવરી બોયને ઘર મળી રહ્યું ન હોવાના કારણે તમારા મોબાઈલમાંથી *401* ડાયલ કર્યા બાદ ડિલિવરી એજન્ટનો નંબર દાખલ કરવા કહે છે. કૌભાંડીઓનો આ એક હથકંડો છે તમારા મોબાઈલમાં ઘૂસવાનો. સ્કેમર્સ આ કોડની મદદથી તમારા ફોન પોતાના નંબર પર ફોર્વર્ડ કરાવી લે છે. જે બાદ તમારા નંબર પર આવતા OTP કોલ ફોર્વર્ડિંગના કારણે સ્કેમર્સને મળતા શરૂ થઇ જાય છે.
This news item has appeared in India Today as well..
— AstroCounselKK🇮🇳 (@AstroCounselKK) October 31, 2023
MUST WATCH & Share Max for welfare of all .
Extreme CAUTION ⚠️ 😳 pic.twitter.com/biPFBpIY1v
જો તમે *401* લખી તેની પાછળ જે કોઈનો પણ મોબાઈલ નંબર લખો તેના મોબાઈલમાં તમારા બધા જ કોલ ફોર્વર્ડ થતા શરૂ થઇ જાય. આ કોલ ફોર્વર્ડિંગનું મોટું સ્કેમ છે. જેથી સાવચેત રહેવું અને આવા કૌભાંડીઓના શિકાર થતા બચવું. જો કોઈ તમને ડિલિવરી એજન્ટ, પિત્ઝા ડિલિવરી બોય, મેકેનિક, પ્લમ્બર કે કોઈનું પણ બહાનું કરી ફોન કરે અને આ પ્રક્રિયા કરવા કહે તો સ્પષ્ટ ના કહી દેશો જેથી તમારી પ્રાઇવસી પર ખતરો ના આવે અને તમારી પૂંજી પણ સુરક્ષિત રહે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
