નારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ હાલમાં વૃંદાવનમાં રહી રહ્યા છે. તેજ પ્રતાપ શનિવારે વૃંદાવન પહોંચ્યા જ્યાં તેઓ અલગ અલગ મંદિરોમાં ફરતા જોવા મળ્યા.
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ હાલમાં વૃંદાવનમાં રહી રહ્યા છે. તેજ પ્રતાપ શનિવારે વૃંદાવન પહોંચ્યા જ્યાં તેઓ અલગ અલગ મંદિરોમાં ફરતા જોવા મળ્યા. હવે હાલમાં એવી પણ ખબરો આવી રહી છે તેમની પત્ની ઐશ્વર્યા પણ વૃંદાવન પહોંચી શકે છે. આ વાતની ચર્ચા ચાલી રહી છે કે ઐશ્વર્યા તેજ પ્રતાપને મનાવવા અને બાંકે બિહારી મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે વૃંદાવન પહોંચી શકે છે. આપને જણાવી દઈએ કે તેજ પ્રતાપે કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની પત્ની પાસે તલાક માંગ્યો છે. બંનેના લગ્ન હજુ 6 મહિના પહેલા જ થયા હતા.
આ પણ વાંચો: રાધાની શોધમાં છે તેજ પ્રતાપ, ઐશ્વર્યાથી દૂર ભાગી રહ્યા છે

ઐશ્વર્યા વૃંદાવન પહોંચી શકે છે
તલાકની ચર્ચાઓ વચ્ચે ખબર એવી પણ આવી રહી છે કે ઐશ્વર્યા પોતાના પતિ તેજ પ્રતાપને મળવા માટે વૃંદાવન આવી શકે છે. ખબરો અનુસાર ઐશ્વર્યા વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં પૂજા પાઠ કરશે. તેજ પ્રતાપની પૂજા કરાવનાર છોટુ મહારાજ ઘ્વારા જ ઐશ્વર્યાની પૂજા કરાવવામાં આવશે. તેની સાથે સાથે તેઓ રંગીલી મહેલ પણ જઈ શકે છે. તેજ પ્રતાપ હાલમાં રંગીલી મહેલમાં જ વધારે સમય પસાર કરી રહ્યા છે.

પત્નીથી તલાક લેવા માંગે છે તેજ પ્રતાપ, કોર્ટમાં અરજી પણ કરી
તેજ પ્રતાપ પોતાના કેટલાક મિત્રો સાથે વૃંદાવનમાં છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી પટનાથી ગાયબ છે. તેજ પ્રતાપે જ્યારથી કોર્ટમાં અરજી દાખલ કરી છે ત્યારથી તેઓ ફરી રહ્યા છે. તલાકની અરજી દાખલ કર્યા પછી તેજ પ્રતાપે મીડિયા સાથે વાતચીત કરીને જણાવ્યું હતું કે તેમને તલાક માટે અરજી દાખલ કરી છે અને હવે તેઓ ઐશ્વર્યા સાથે નથી રહેવા માંગતા.

તલાકની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી
તેજ પ્રતાપે જણાવ્યું કે ઐશ્વર્યા સાથે તેના લગ્ન રાજનૈતિક કારણોસર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે જેને કારણે તેજ પ્રતાપે ઐશ્વર્યાથી અલગ થવા માટે પટના હાઇકોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી થશે. હાલમાં કેમેરાની નજર અને પરિવાર તેજ પ્રતાપને શોધવામાં લાગ્યા છે. લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પ્રતાપ 29 નવેમ્બર પહેલા પટના નહીં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
