રાજકારણ v/s સોશિયલ મીડિયા: કોબરા પોસ્ટનો ખુલાસો, પૈસાથી ખરીદવામાં આવે છે Likes
નવી દિલ્હી, 29 નવેમ્બર: સોશિયલ મીડિયા પર કેટલીક આઇટી કંપનીઓ નેતાઓને પ્રખ્યાત અને બદનામ કરવાનું કામ કરે છે. તેના માટે તે તેમની પાસેથી ભારેખમ રકમ વસૂલે છે. આ ખુલાસો 'કોબરા પોસ્ટ' નામની એક વેબસાઇટે સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી કર્યો છે અને તે આઇટી કંપનીઓનો પર્દાફાશ કર્યો છે.
ઓપરેશન 'બ્લૂ વાયરસ' નામના આ સ્ટિંગ ઓપરેશનમાં લગભગ બે ડઝન એવી કંપનીઓનો ભાંડો ફોડ્યો છે. જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બદનામ અને નામચીન કરવા માટે ભારેખમ રકમ વસૂલે છે.

આ ખુલાસામાં દાવો કરવામાં આવ્યો છે કે આઇટી કંપનીઓ દ્વારા આ કામ નેતાઓ દ્વારા કરવામાં આવે છે જેથી ચૂંટણીમાં તેમને તેનો ફાયદો મળી શકે. એવી આઇટી કંપનીઓ ઉપલબ્ધ છે જે ફેસબુક, ટ્વિટર અને બીજી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી લોકોને બદનામ અથવા પ્રખ્યાત કરવા માટે લાખ રૂપિયાથી માંડીને કરોડો રૂપિયા સુધી વસૂલે છે.
સ્ટિંગ ઓપરેશન દરમિયાના ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ કામ માટે આ આઇટી કંપનીઓ બનાવટી ફેસબુક પેજ બનાવીને તેમને પોતાના કર્મચારી દ્વારા લાઇક કરાવે છે અથવા પછી લાઇક્સ ખરીદે છે. કંપનીઓએ એક વાયરસની મદદથી લાઇક્સ વધારવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. સ્ટિંગ મુજબ આ વાયરસ માધ્યમથી ફેસબુક અને ટ્વિટર ફેન્સની સંખ્યા અનેકગણી વધારી શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
