લોકો અખિલેશ કરતાં તેમની પત્નીને કરે છે વધુ 'Like'

દુનિયાભરના લગભગ 120 કરોડ પર રાજ કરનાર ફેસબુક પર ડિમ્પલ યાદવના પેજને લગભગ 20 હજાર લોકોએ લાઇક કર્યું છે જ્યારે આધુનિક ટેક્નોલોજીને વધુ પસંદ કરનાર 'સમાજવાદી' મુખ્યમંત્રી અલિખેશ યાદવ આઠ હજાર પ્રશંસકો સાથે પોતાની પત્ની કરતાં ઘણા પાછળ છે.
લોકસભા સાંસદ ડિમ્પલ યાદવના ફેસબુક પેજને તેમના પ્રશંસકોએ બનાવ્યું છે. ડિમ્પલ યાદવની લોકપ્રિયતા એટલી હદે છે કે પ્રશંસકો પોતાની સમસ્યાઓથી માહિતગાર કરવા માટે આ પેજ તરફ વળી રહ્યાં છે.
ડિમ્પલ યાદવના પ્રશંસકોએ મુખ્યમંત્રી પાસેથી ટેબલેટ અને લેપટોપ જલદી અપાવવાથી માંડીને પાણીની સમસ્યાને દુર કરવાનો અનુરોધ કર્યો છે. ડિમ્પલ યાદવના આ પેજ પર સમાજવાદી પાર્ટીના કાર્યો તથા અખિલેશ સરકારની ઉપલબ્ધિઓ વિશે ઘણી પોસ્ટ કરવામાં આવી છે.
ડિમ્પલ યાદવના પ્રશંસક તેમની પોસ્ટ અને ફોટો પર ખૂબ 'કોમેન્ટ' અને 'લાઇક' કરે છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવને ક્રિકેટ રમતાં જોઇ રહેલી ડિમ્પલ યાદવના ફોટાના અત્યાર સુધી 1150 લોકોએ લાઇક કરી અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે.
લાલ રંગના કપડાં અને કાળા ચશ્મા લગાવેલી ડિમ્પલ યાદવ આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ અખિલેશ યાદવ બે રીતે ફેસબુક પર હાજર છે જેમાં તેમના નામથી એક એકાઉન્ટ છે જેમાં પાંચ હજાર ફ્રેન્ડ છે અને તો બીજું એક ફેસબુક પેજ છે જેમને અત્યાર સુધી 8714 લોકોએ 'લાઇક' કર્યું છે.
આ બંને જગ્યાએ તેમના પ્રશંસક અને મિત્ર તેમને સારું કરવા પર શુભેચ્છા અને ખોટો નિર્ણય કરવા બદલ ફરિયાદ કરવાનું ચુકતા નથી. અખિલેશ યાદવે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. વર્તમાન સમયમાં ડિમ્પલ યાદવ કન્નોજ લોકસભા સીટ પરથી સાંસદ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
