ભાગવતને દિગ્વિજયનો સવાલ, 'જો હિંદુ-મુસ્લિમનુ DNA એક હોય તો લવ જેહાદ કાયદાની શું જરૂર?'
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાગવત પર હુમલો કરીને તેમને ડીએનએ વિશે ઘણા સવાલ કર્યા છે.
નવી દિલ્લીઃ આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગંગા-જમુના તહજીબનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ હિંદુ-મુસ્લિમના ડીએનએને એક ગણાવી દીધુ. ત્યારબાદથી દેશભરની રાજનીતિ ગરમાઈ છે. સાથે જ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાગવત પર હુમલો કરીને તેમને ડીએનએ વિશે ઘણા સવાલ કર્યા છે.

મધ્ય પ્રદેશના સીહોરમાં મીડિયા સાથે વાત કરીને દિગ્વિજય સિંહે કહ્યુ કે જો હિંદુઓ અને મુસલમાનોનુ ડીએનએ એક જ હોય તો ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? લવ જેહાદ વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? આનો અર્થ એ છે કે મોહન ભાગવત અને ઓવેસીનુ ડીએનએ એક જ છે. ત્યારબાદ તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રીય મંત્રી બનવા પર અભિનંદન આપ્યા. સાથે જ કહ્યુ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોણ આવશે એ પીએમ નક્કી કરે છે. એવામાં તે આના પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા.
શું હતુ આખુ નિવેદન?
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ડૉ. ખ્વાજા ઈફ્તિખાર અહેમદના લેખિત પુસ્તક 'ધ મીટિંગ્ઝ ઑફ માઈન્ડસઃ એ બ્રિજિંગ ઈનિશિએટીવ'ના વિમોચન પ્રસંગે કહ્યુ કે એ સિદ્ધ થઈ ચૂક્યુ છે કે આપણે છેલ્લા 40,000 વર્ષોથી એક જ પૂર્વજોના વંશજ છે. ભારતના લોકોનુ ડીએનએ એક જેવુ છે. હિંદુ અને મુસલમાન બે સમૂહ નથી. એક થવા માટે કંઈ પણ નથી, તે પહેલેથી જ એકસાથે છે. તેમણે કહ્યુ કે હિંદુ-મુસ્લિમ એકતા ભ્રામક છે કારણકે તે અલગ નથી પરંતુ એક છે. પૂજાની રીતના આધારે લોકોમાં ભેદભાવ ન કરી શકાય.












Click it and Unblock the Notifications
