જાતિ બતાવવા પર દિગ્વિજય સિંહનો હુમલો- ‘જય બજરંગબલી તોડ દે એસે લોગો કી નલી'
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ભગવાન હનુમાનની જાતી બતાવવા અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે હુમલો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ભગવાન હનુમાનની જાતી બતાવવા અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે હુમલો કર્યો છે. તેમણે કહ્યુ છે, 'અમે તો ભગવાન હનુમાનને ભગવાનનો અવતાર માનીએ છીએ અને ભાજપવાળા તેમને દલિત, મુસલમાન અને જાટ ગણાવે છે.' દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ભાજપ નેતા ગણ આ કયા ધર્મનું પાલન કરી રહ્યા છે? ભાજપના મુખ્યમંત્રી હનુમાનને દલિત ગણાવે છે, ભાજપના વિધાન પરિષદના સભ્ય તેમને મુસલમાન ગણાવે છે અને ભાજપના મંત્રી તેમને જાટ. દિગ્વિજયે લખ્યુ કે અમે તો તેમને ભગવાનનો અવતાર માનીએ છીએ. જય બજરંગ બલી તોડ દે એસે લોગો કી નલી.'

તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવરમાં એક રેલીને સંબોધિત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે 'બજરંગબલી એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે. ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે.' આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બુક્કલ નવાબે હનુમાનજીને મુસલમાન ગણાવી દીધા.
भाजपा नेता गण यह कौन से धर्म का पालन कर रहे हैं? भाजपा के मुख्य मंत्री हनुमान जी को दलित बताते हैं भाजपा के विधान परिषद के सदस्य उन्हें मुसलमान बताते हैं भाजपा के मंत्री उन्हें जाट बताते हैं। हम तो उन्हें ईश्वर का अवतार मानते हैं। जय बजरंग बली तोड़ एेंसे लोगों की नली!
— digvijaya singh (@digvijaya_28) 22 December 2018
બુક્કલ નવાબે કહ્યુ કે 'હનુમાનજી મુસલમાન હતા એટલા માટે મુસલમાનોમાં જે નામ રાખવામાં આવે છે - રહેમાન, રમજાન, ફરમાન, જીશાન, કુર્બાન - જેટલા પણ નામ રાખવામાં આવે છે તે લગભગ તેમના પર જ રાખવામાં આવે છે.' બુક્કલ નવાબ કહે છે કે લગભગ 100 એવા નામ છે જે હનુમાનજી પર જ આધારિત છે. હિંદુ ભાઈ હનુમાનજીનું નામ રાખી લેશે પરંતુ સુલ્તાન નહિ મળે, અરમાન, રહેમાન, રમજાન નહિ રાખી શકે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
