શું ઝેર આપવાના કારણે થયું હતું મુખ્તાર અંસારીનું મોત? મેજેસ્ટ્રિયલ રિપોર્ટમાં થયો ખુલાસો
Mukhtar Ansari Death: માફિયા મુખ્તાર અંસારીના મોત મામલે મેજિસ્ટ્રેટ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ સરકારને તપાસ રિપોર્ટ પણ સોંપ્યો છે, જેમાં મુખ્તારના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું છે. મેજિસ્ટ્રિયલ તપાસમાં હાર્ટ એટેકના કારણે મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેમના મૃત્યુના કારણો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારબાદ મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવી હતી. બાંદાના જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ પર પરિવારજનોએ ન આપી કોઈ પ્રતિક્રિયા - તપાસ રિપોર્ટ આવ્યા બાદ મુખ્તાર અંસારીના પરિવારજનોને નોટિસ પણ મોકલવામાં આવી હતી, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો.
મુખ્તારના પરિવારને મોકલવામાં આવેલી નોટિસમાં મૃત્યુના કારણ અંગે વાંધો અથવા પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ પરિવારના કોઈ સભ્યએ જવાબ આપ્યો ન હતો.

આ તપાસ રિપોર્ટ લગભગ 10 દિવસ પહેલા ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મુખ્તારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
28 માર્ચે થયું હતું મોત - નોંધનીય બાબત છે કે, 28 માર્ચે માફિયા મુખ્તાર અંસારીની તબિયત જેલમાં લથડી હતી. જેલ પ્રશાસન દ્વારા તેને તાકીદે બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ બાદ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, મુખ્તારના પરિવારજનો અને વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યા હતા કે, મુખ્તારને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું.
સતત આરોપો બાદ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
