Video: નોટબંધી વચ્ચે BJP નેતાએ ડાન્સરના ઠુમકા પર ઉડાવી નોટો
નોટબંધી બાદ મધ્યપ્રદેશના એક નેતા ડાન્સરના ઠુમકા પર નોટોનો વરસાદ કરી રહ્યા છે તેનો વીડિયો વાયરલ થયો છે. જુઓ તે વીડિયો...
નરેન્દ્ર મોદી સરકારે નોટબંધી લગાવ્યાને આજે એક મહિનાથી વધુ થઇ ગયો. પણ તેમ છતાં બેંક અને એટીએમ આગળ લાઇનો હજી તેવી ને તેવી જ છે. ત્યાં જ બીજી તરફ મધ્યપ્રદેશના ઘારના બીજેપી નેતાનો એક વીડિયો જાહેર થયો છે. જેમાં નેતાજી "કજરારે-કજરારે" ગીત પર ડાન્સર સાથે જોરદારના ઠુમકા લગાવીને, કમર લચકાવીને તેની પર નોટોનો વરસાદ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ વાયરલ વીડિયો મધ્યપ્રદેશના ઘારબિલોદમાં 9 ડિસેમ્બરના રોજ ઉતારવામાં આવ્યો હતો. એક લગ્ન પ્રસંગમાં મનોરંજન માટે ડાન્સરને બોલવવામાં આવ્યા હતા. જેમાં ઘાર જિલ્લા પંચાયતના વાઇસ પ્રેસિડન્ટ અને ભાજપના નેતા કલ્યાણ પટેલ લગભગ અડધો કલાક સુધી ડાન્સ કરીને ડાન્સર પર પૈસનો વરસાદ કર્યો હતો.
વીડિયોગ્રાફી બંધ કરાવીને કર્યો હતો ડાન્સ
સોશ્યલ મીડિયા પર જ્યાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યાં જ તે પણ હકીકત છે કે નેતાજી મંચ પર ચઢ્યા તે પહેલા જ તેમણે વીડિયોગ્રાફી અને ફોટો લેવાની મનાઇ ફરમાવી ચૂક્યા હતા. અને જે બાદ જ તેમણે નોટોનો વરસાદ ડાન્સર પર શરૂ કર્યો હતો. પણ તે પછી કેટલાક લોકો પોતાના મોબાઇલથી વીડિયો બનાવવા લાગ્યા તો નેતાજી નીચે ઉતરી ગયા. જો કે વીડિયો વાયરલ થયા પછી આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ત્યારે ઇન્ડિયા ટૂડે ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલ ભાજપના નેતા કલ્યાણ પટેલના આ ડાન્સનો વીડિયો જુઓ અહીં....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
