લોકસભામાં પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા દેવગૌડા, મહાગઠબંધનને લઈ આપ્યં મોટું નિવેદન
લોકસભામાં પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા દેવગૌડા
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ ભાજપના એ દાવાને ફગાવી દીધો કે મહાગઠબંધન કામ નહિ કરે. દેવગૌડાએ ખદની સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે કેટલીય પાર્ટીઓની સાથે મળીને તેમણે સરકાર બનાવી અને આ વાત સાબિત કરી છે કે મહાગઠબંધન કામ કરી શકે છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ ધન્યવાદ પ્રસ્તાવ દરમયાન એચડી દેવગૌડા ભાવુક થઈ ગયા.

મહાગઠબંધન પર શું બોલ્યા દેવગૌડા
85 વર્ષના દેવગૌડાએ કહ્યું કે 57 વર્ષ તેમણે દેશ અને પ્રદેશ સ્તર પર રાજનીતિમાં વિતાવ્યા, લોકસભાનું આ તેમનું અંતિમ ભાષણ છે. પોતાના કાર્યકાળના બે દિવસને યાદ કરતા દેવગૌડાએ કહ્યું કે જ્યારે વર્ષ 1996માં તેમને વડાપ્રધાન બનાવવાની વાત થઈ રહી હતી તો તેઓ બહુ ઈચ્છુક નહોતા કેમ કે આ સરકાર કેટલીય પાર્ટીઓ મળીને ચલાવનાર હતી. ઉલ્લેખનીય છે કે એચડી દેવગૌડા 1996થી 1997ની વચ્ચે ભારતના વડાપ્રધાન રહ્યા હતા.

વાજપેયીએ પણ ગઠબંધનની સરકાર ચલાવી હતી- દેવગૌડા
દેવગૌડાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુ, વીપી સિંહને પહેલા પીએમ બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો પરંતુ એ દિવસો દરમિયાન નેતાઓની ના પાડ્યા બાદ તેમના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. દેવગૌડાએ કહ્યું, 'એ સમયે મેં વૉલિન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને તત્કાળિન નાણા મંત્રી પી. ચિદમ્બરમે ફગાવી દીધો હતો.' દેવગૌડાએ કહ્યું કે ગઠબંધનનો વિરોધ ન કરે. એક સમયે અટલ બિહારી વાજપેયીએ પણ ગઠબંધનની સરકાર ચલાવી હતી. દેવગૌડાએ કહ્યું કે આંતરિક સમજૂતીની સાથે ગઠબંધનની સરકાર ચલાવી શકાય છે. કોઈએ પણ પોતાના મતભેદ જાહેર ન કરવા જોઈએ.

પીએમ મોદીએ મહાગઠબંધન પર કર્યો હતો વાર
અગાઉ પીએમ મોદીએ વિપક્ષી દળોના સંભવિત ગઠબંધન પર હુમલો બોલ્યો હતો અને કહ્યું હતું કે આ મહાગઠબંધન નહિ બલકે મહામિલાવટ છે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશની જનતાને પૂર્ણ બહુમતવાળી સરકાર ચૂંટી અને દેશ અનુભવ કરે છે, જ્યારે મિલાવટી સરકાર હોય છે ત્યારે શું હાલ થાય છે, અને હવે તો મહામિલાવટી આવનાર છે. આ મહામિલાવટી અહીં પહોંચશે નહિ, એને તમે કોલકાતામાં એકઠી કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
