RBI ની ભલામણોને આધારે નોટબંધી લાગુ કરાઈ હતી-કેન્દ્ર સરકાર
નોટબંધીને લઈને હજુ પણ વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યા. લાખો લોકોને લાઈનમાં ઉભા કરી દેનારી નોટબંધીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નોટબંધી માટે આરબીઆઈની ભલામણોને જવાબદાર ગણાવી છે.
નવી દિલ્હી : નોટબંધીને લઈને હજુ પણ વિવાદો થમવાનું નામ નથી લઈ રહ્યા. લાખો લોકોને લાઈનમાં ઉભા કરી દેનારી નોટબંધીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે નોટબંધી માટે આરબીઆઈની ભલામણોને જવાબદાર ગણાવી છે.

સુપ્રીમ કોર્ટમાં નોટબંધીનો બચાવ કરતા કેન્દ્ર સરકારે હલફનામું દાખલ કર્યુ છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કરચોરી રોકવા અને કાળાં નાણાંને અંકુશમાં લેવા આ એક સારી રીતે વિચારેલી યોજના હતી. તેનો હેતુ નકલી નોટોની સમસ્યાનો સામનો કરવાનો અને આતંકવાદીઓના ફંડિંગને રોકવાનો હતો.
સરકારે કહ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા નોટબંધી માટે ભલામણ કરવામાં આવી હતી. ઘણી ચર્ચા અને તૈયારી બાદ તેનો અમલ કરવામાં આવ્યો હતો. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોને ચલણી નોટોની અછતનો સામનો કરવો પડ્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારના આ નિર્ણય વિરૂદ્ધ 30થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં કહેવાયુ છે કે, તૈયારી વિના આ યોજના અમલમાં મુકવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ યોજના માત્ર નિયમો અને કાયદાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી નથી, પરંતુ તેનાથી લોકોના બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.
આ મામલાની સુનાવણી સંવિધાન પીઠ દ્વારા કરવામાં આવી રહી છે. પીઠે સુનાવણી કરતાં સરકારને પૂછ્યું હતું કે નોટબંધી શા માટે લાગુ કરવામાં આવી? 500 અને 1000 ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેતા પહેલા શું પ્રક્રિયા અનુસરવામાં આવી હતી? તેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ નિર્ણય આર્થિક અને નાણાકીય નીતિનો એક ભાગ છે. કોર્ટમાં તેની સમીક્ષા ન કરવી જોઈએ.
આ મામલે જવાબ આપતા કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક એક્ટ 1934 હેઠળ રિઝર્વ બેંક અને સરકારને કોઈપણ ચલણી નોટ પાછી ખેંચવાના નિર્ણય કરવાનો અધિકાર છે. સરકારે કહ્યું છે કે, નોટબંધીના થોડા સમય બાદ સંસદે પણ સ્પેસિફાઈડ બેંક નોટ્સ એક્ટ 2017 પસાર કર્યો હતો અને તેને મંજૂરી આપી હતી. એવું કહી શકાય નહીં કે નિયમોનું પાલન કર્યા વિના નોટબંધી લાગુ કરવામાં આવી હતી.
સરકારે એવો પણ દાવો કર્યો છે કે, નોટબંધીનો નિર્ણય માત્ર સરકારનો નહોતો. રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. આ યોજના ઘણા વિચાર કર્યા પછી અમલમાં મુકવામાં આવી હતી અને તે પહેલા ઘણી તૈયારી કરવામાં આવી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ 24 નવેમ્બરે સુનાવણી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
