દિલ્લીની કેજરીવાલ સરકારમાં કેવી રીતે સાચુ પડી રહ્યુ છે સ્વચ્છ યમુનાનુ સપનુ?

દિલ્લીમાં અરવિંદ કેજરીવાલની આપ સરકાર યમુનાને સ્વચ્છ કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. જો આમ થશે તો તે દિલ્લીની જનતાને દિલ્લી સરકારની મોટી ભેટ હશે.

દિલ્લી સરકાર યમુનાને સ્વચ્છ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. સરકારે તેના મિશનને પૂર્ણ કરવા માટે 2025નુ લક્ષ્ય રાખ્યુ છે. પરંતુ યમુનાની સફાઈ સંબંધિત કેટલાક એવા પ્રોજેક્ટ છે, જે પૂર્ણ થતા જ યમુનાનુ પાણી શુદ્ધ દેખાવા લાગશે. આ વર્ષના અંત સુધીમાં તેની અસર જોવા મળશે તેવો અંદાજ છે. જો આમ થશે તો તે દિલ્લીની જનતાને દિલ્લી સરકારની મોટી ભેટ હશે.

aap

કેજરીવાલ સરકાર દિલ્લી શહેરના ગંદા પાણીને યમુનામાં પડતુ રોકવા માટે નક્કર વ્યવસ્થા કરી રહી છે. દિલ્લી જલ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષના અંત સુધીમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જ યમુના પહેલાની જેમ સ્વચ્છ દેખાશે. દિલ્લી જલ બોર્ડે કહ્યુ કે આ વર્ષના અંત સુધીમાં દિલ્લી ગટરોનુ ગંદુ પાણી યમુનામાં પડવાનુ બંધ થઈ જશે. ગંદા પાણીના નિકાલ માટે શહેરમાં ચાલી રહેલા મોટા ભાગના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. જે બાદ ગંગાના પાણીને યમુનામાં વહેતા તમામ નાળાઓ બંધ થઈ જશે. દૂષિત પાણીને વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાળવામાં આવશે. પાણીને ટ્રીટ કર્યા બાદ તેને નદીમાં છોડવામાં આવશે.
આવો હશે વૉટર ટ્રીટમેન્ટ

વૉટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ અંગે દિલ્લી સરકારના પર્યાવરણ વિભાગના અધિકારીએ એલજી વિનય સક્સેનાને પ્રેઝન્ટેશન પણ આપ્યુ છે. દિલ્લી જલ બોર્ડના જણાવ્યા અનુસાર, કોરોનેશન પિલર WWTPનું નિર્માણ મોરી ગેટ નાળાના ગંદા પાણીને યમુનામાં પડતા પહેલા તેને ટ્રીટ કરવા માટે કરવામાં આવ્યુ છે. પ્રોજેક્ટ હેઠળ સુએઝ પમ્પિંગ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં મોરી ગેટ નાળાના પાણીને ટ્રીટમેન્ટ કરવામાં આવશે.

યમુના જળ યોજનાની અસર આ વર્ષથી જ દેખાવા લાગશે. વર્ષના અંત સુધીમાં લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યુ છે કે યમુનામાં ગંદા નાળાઓને જતા અટકાવવાનુ અને તે પહેલા જળ શુદ્ધિકરણની વ્યવસ્થા ગોઠવી લેવામાં આવે. વૉટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ અનુસાર, દિલ્લીમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ડિસેમ્બરથી દરરોજ 814 મિલિયન ગેલન MGD (વેસ્ટ વોટર) ટ્રીટ કરી શકશે. હાલમાં, દિલ્લી દરરોજ કુલ 768 મિલિયન ગેલન સીવરેજ ઉત્પન્ન થાય છે. હાલમાં દિલ્લીમાં ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટે 35 STP છે. જેની ક્ષમતા 632 MGD છે.

દિલ્લી સરકારે યમુના જળ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 2025 સુધીનો સમય નક્કી કર્યો છે. નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. આવી સ્થિતિમાં, દિલ્લી સરકારે શહેરની સાથે-સાથે ગામડાઓમાંથી નીકળતા ગંદા પાણીને યમુનામાં સીધું વહેતું અટકાવવા માટે એક યોજના પણ તૈયાર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X