દિલ્લીની ગરમીએ તોડ્યો રેકૉર્ડ, બુધવારે પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો
દેશની રાજધાની દિલ્લીમાં ગરમીથી લોકોની હાલત ખરાબ છે. બુધવારે દિલ્લીમાં તાપમાન રેકૉર્ડ 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં ગરમીથી લોકોની હાલત ખરાબ છે. બુધવારે દિલ્લીમાં તાપમાન રેકૉર્ડ 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. ધૂળભરેલી આંધી છતાં શહેરના લોકોને ગરમીથી રાહત ન મળી. આંધીના કારણે દિલ્લીની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદથી આગલા અમુક દિવસોમાં પારો નીચે આવી શકે છે. આ પહેલા 28 એપ્રિલે દિલ્લી સૌથી ગરમ હતુ અને તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ કે જે આ વર્ષનુ મહત્તમ તાપમાન હતુ. 9 જૂને નજફગઢ અને પીતાંપુરમાં તાપમાન 44.1 અને 44.3 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ.

હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે 11 જૂનની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્ષેત્ર બનશે અને તે પૂર્વ ક્ષેત્ર તરફ આગળ વધશે જેના કારણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશમાં 12 અને 13 જૂને સારો વરસાદ થઈ શકે છે. આ સાથે જ એ વાતની પણ સંભાવનના વ્યક્ત કરવામાં આવી છે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંદીગઢમાં 13 જૂને ભારે વરસાદ થઈ શકે છે. જોવાની વાત એ છે કે આ ગરમીમાં દિલ્લીમાં હજુ સુધી લૂ જોવા મળી નથી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યુ કે 2014 બાદ કદાત આ પહેલી વાર છે કે આ વર્ષે દિલ્લીમાં લૂ નહિ લાગે.
હવામાન વિભાગના અધિકારીનુ કહેવુ છે કે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. આ વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે પણ ગયા મહિને રેકૉર્ડ વરસાદ થયો હતો. રાજસ્થાનમાં ધૂળ ભરેલી આંધીના કારણે દિલ્લીની હવા પર પણ અસર જોવા મળી છે અને તેની ક્વૉલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બુધવારે હવાની સરેરાશ ક્વૉલિટી ઈંડેક્સ 305 હતો. જ્યારે ગુરુવારે તે 205 હતો. તમને જણાવી દઈએ કે 201થી 300 વચ્ચે લેવલને ખરાબ, 301થી 400 વચ્ચે બહુ ખરાબ, 401થી 500 વચ્ચે ગંભીર શ્રેણીમાં રાખવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
