લૉકડાઉન 4માં શરૂ થઈ શકે છે દિલ્લી મેટ્રો, કેન્દ્રની મંજૂરીની રાહ
દિલ્લી સરકાર લૉકડાઉન 4માં થોડી છૂટ આપવાના મૂડમાં દેખાઈ રહી છે.
કોરોના સંક્રમણ રોકવા માટે જારી લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ ખતમ થઈ રહ્યો છે. વળી, દિલ્લી સરકાર લૉકડાઉન 4માં થોડી છૂટ આપવાના મૂડમાં દેખાઈ રહી છે. આ દરમિયાન ડીએમઆરસીના સૂત્રોએ કહ્યુ કે દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(ડીએમઆરસી) અમુક માર્ગો પર અમુક શરતો સાથે પોતાની ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી શકે છે. દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(ડીએમઆરસી)એ પહેલેથી ન નવા યાત્રા દિશાનિર્દેશ જારી કર્યા છે જેમાં સોશિયલ ડિસ્ટિંસીંગ અને સાવચેતી શામેલ છે. દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશને 22 માર્ચથી મેટ્રો સેવાને સંપૂર્ણપણે બંધ કરી દીધુ છે.

સીમિત માર્ગો પર થશે સંચાલન
સૂત્રોએ કહ્યુ કે દિલ્લી મેટ્રોને અમુક છૂટ સાથે લૉકડાઉન 4શરી થતા જ ચાલુ કરવામાં આવી શકે છે. સોશિયલ ડિસ્ટંસીંગ દિશાનિર્દેશોનુ પાલન કરીને દિલ્લી મેટ્રોની સેવાઓને અમુક સીમિત માર્ગો પર સીમિત રીતે ચાલુ કરવામાં આવી શકે છે. ફિઝીકલ ડિસ્ટંસીંગના કારણે દિલ્લી મેટ્રો રેલ નિગમ પ્રત્યેક કોચમાં સીટો વચ્ચે અંતર માટે સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેથી લોકોને જોતા જ સમજમાં આવી જાય.
|
કેન્દ્રની મંજૂરીની રાહ
દિલ્લીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૈલાશ ગહેલોતનુ કહેવુ છે કે મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે ડીએમઆરસી તૈયાર છે. નિર્ણય કેન્દ્રએ કરવાનો છે. ગહેલોતે કહ્યુ કે દરેક સ્ટેશન પર થર્મલ ચેકિંગ હશે. સેનિટાઈઝેશન હશે અને કરન્સી ના યુઝ કરવા માટે કહેવામાં આવશે. તેમણે કહ્યુ કે જો કોઈ સ્ટેશન પર ભીડ થઈ તો ત્યાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. માત્ર મેઈન સ્ટેશન ખુલશે જેથી અમે પૂરી મેન પાવર ત્યાં લગાવી શકીએ.

દિલ્લી સરકારે લૉકડાઉન 4 સાથે જોડાયેલા પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યા
દિલ્લી સરકારે લૉકડાઉન 4 સાથે જોડાયેલ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યા છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે લોકોએ પબ્લિક સ્પેસમાં માસ્ક પહેરવાનુ સૂચન આપ્યુ છે. તે ઈચ્છે છે કે લિમિટેડ કેપેસિટીમાં બસો અને મેટ્રો શરૂ કરી દેવામાં આવે. મૉલ્સને પણ 25 ટકા અથવા 50 ટકા કેપેસિટી પર ખોલવાનો પ્રસ્તાવ છે. ઑડ-ઈવનના આધારે દુકાનો ખોલવાનુ પણ સૂચન મોકલવામાં આવ્યુ છે. દિલ્લી ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને નવી દિલ્લી રેલવે સ્ટેશન પર બસ શટલ સેવા શરૂ કરી છે. અહીં ઉતરનાર મુસાફરોને શિવાજી સ્ટેડિયમ અને આંબેડકર સ્ટેડિયમ છોડવામાં આવશે. જ્યાંથી તેમને આગળના રસ્તા માટે ગાડી મળશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
