Delhi MCD Mayor Election: દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની આજે ચૂંટણી, 11 વાગ્યાથી શપથ ગ્રહણ
દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આજે ફરીથી થવા જઈ રહી છે. સવારે 11 વાગ્યાથી તમામ નવા કૉર્પોરેટરો શપથ લેશે.
Delhi MCD Mayor Election: દિલ્લી નગર નિગમમાં આજે ફરીથી મેયરની ચૂંટણી થવા જઈ રહી છે. 11 વાગે તમામ નવા કૉર્પોરેટરો શપથ લેશે. ત્યારબાદ મેયરની ચૂંટણી યોજાશે. આ અગાઉ દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયરની ચૂંટણીની તારીખ 6 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પરંતુ ગૃહની બેઠકમાં આપ અને ભાજપના કૉર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ખુરશીઓ અને માઈક ઉછાળવામાં આવ્યા હતા. જેના કારણે મેયરની ચૂંટણી વિના જ બેઠક પૂર્ણ થઈ હતી.

આજે યોજાનારી એમસીડીની બેઠક પહેલા જાહેર કરાયેલા એજન્ડામાં જણાવાયુ છે કે પહેલા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે. મેયર પદ માટે આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય અને આશુ ઠાકુર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયર પદની રેસમાં છે. તમને જણાવી દઈએ કે આ વખતે દિલ્લી એમસીડીને મહિલા મેયર મળશે. ડેપ્યુટી મેયર પદની વાત કરીએ તો આ રેસમાં આમ આદમી પાર્ટીના મોહમ્મદ ઈકબાલ અને ભાજપના જલજ કુમાર વચ્ચે જંગ છે.
મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત એમસીડીના કાયમી સભ્યોની કમિટીની પણ આજે ચૂંટણી થશે. નોંધનીય છે કે દિલ્લી એમસીડીમાં 15 વર્ષ બાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સમગ્ર દિલ્લીમાં એક જ મેયર હશે. ચૂંટણીના પરિણામો 4 ડિસેમ્બરે જાહેર થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીએ 250માંથી 134 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 104 બેઠકો જીતી હતી. આ સાથે એમસીડી પર 15 વર્ષથી ભાજપનુ શાસન સમાપ્ત થઈ ગયુ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
