Delhi MCD Election Results: ભાજપના પક્ષમાં આવશે 100% પરિણામ, જનતા અહંકારનો જવાબ આપશેઃ ભાજપ નેતા આશીષ સૂદ
શરુઆતના રુઝાનોથી ભાજપ નેતાએ દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમમાં એક વાર ફરીથી કેસરિયો ધ્વજ લહેરાશે.
Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. બધા 250 વૉર્ડના રુઝાનો આવી ગયા છે. રુઝાનો મુજબ ભાજપ 123 અને આપ 119માં તેમજ કોંગ્રેસ 6 વૉર્ડમાં આગળ ચાલી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ક્યાંક ભાજપ તો ક્યાંક આપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. જો કે, શરુઆતના રુઝાનોથી ભાજપ નેતાએ દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમમાં એક વાર ફરીથી કેસરિયો ધ્વજ લહેરાશે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના સંયોજક આશીષ સૂદે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમ ચૂંટણીના પરિણામો તેમના પક્ષમાં જ આવશે અને મેયર ભાજપના જ બનશે. તેમણે કહ્યુ કે, 'ભાજપે નગર નિગમમાં ઘણા કામો કર્યો છે. દિલ્લીની જનતાને સાફ-સફાઈ વગેરે માટે ઘણા માનદંડ સ્થાપિત કર્યા છે. ચોક્કસપણે આ કામોનુ જ પરિણામ તેમને એમસીડીમાં જીત રુપે મળશે. દિલ્લીની જનતા આમ આદમી પાર્ટી પ્રમુખના અહંકારનો જવાબ આપી રહી છે. આઠ વર્ષની સરકારની એંટી ઈંકમ્બન્સીનો વળતર આમ આદમી પાર્ટીએ ભોગવવુ પડશે.'
દિલ્લી MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયુ હતુ. અત્યાર સુધી એમસીડીમાં ભાજપની સરકાર હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે જનતા હવે પરિવર્તનનો મૂડ બનાવી ચૂકી છે. અગાઉ 5 ડિસેમ્બરે એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકારની રચનાની આગાહી કરવામાં આવી હતી. પરિણામો પહેલા જ પોતાની જીતનો વિશ્વાસ ધરાવતી આમ આદમી પાર્ટીએ નવુ સ્લોગન આપ્યુ હતુ - 'અચ્છે હોંગે 5 સાલ, એમસીડી મે ભી કેજરીવાલ'.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
