Delhi Mayor Election: પ્રિસાઈડિંગ ઑફિસરને લઈને AAPએ દર્શાવ્યો વાંધો, CM કેજરીવાલે એલજીને લખ્યો પત્ર
આજે દિલ્લીમાં મેયર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને વાંધો દર્શાવ્યો છે.
Delhi Mayor Election: દિલ્લીમાં આજે મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીના એક દિવસ પહેલા શુક્રવારે ઉપરાજ્યપાલે ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને પ્રોસાઈડિંગ ઑફિસર નિયુક્ત કરી દીધા. આ ઉપરાંત તેમને પ્રોટેમ સ્પીકર પણ બનાવવામાં આવ્યા કે જેઓ કોર્પોરેટરોને શપથ લેવડાવશે. આનાથી આમ આદમી પાર્ટી નારાજ છે. તેણે ભાજપ અને ઉપરાજ્યપાલ પર લોકતાંત્રિક પરંપરાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો.

એલજી સચિવાલયમાંથી જાહેર કરાયેલી સૂચના મુજબ કાયદાની કલમ 77 હેઠળ દિલ્લીના ઉપરાજ્યપાલે સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે બેઠકની અધ્યક્ષતા માટે નામાંકિત કર્યા છે. એક્ટની કલમ 32 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવશે. ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલીનીકરણ પહેલા સત્ય શર્મા પૂર્વ દિલ્લીના મેયર હતા.
આ નોટિફિકેશન જાહેર થતા જ આમ આદમી પાર્ટીએ ભાજપ અને ઉપરાજ્યપાલ પર વળતો પ્રહાર કર્યો હતો. આપ નેતાઓએ કહ્યુ કે ઉપરાજ્યપાલે ગેરકાયદેસર અને ગેરબંધારણીય નિર્ણય લીધો છે. તેઓએ લોકો દ્વારા ચૂંટાયેલી દિલ્લીની સરકારને બાજુ પર મૂકી દીધી. આ દરમિયાન, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ એલજીને પત્ર લખીને મેયરની ચૂંટણી પહેલા નામાંકન પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.
કેજરીવાલે કહ્યુ છે કે આવી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આ બંધારણ સાથે છેતરપિંડી કરવા જેવુ છે. આવી સ્થિતિમાં ઉપરાજ્યપાલે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેને પાછો ખેંચી લેવો જોઈએ. બીજી તરફ, ગુરુવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ એમસીડી કમિશનરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ગેરકાયદેસર ઉમેદવારોના શપથ ગ્રહણને લઈને આગળ કોઈ કાર્યવાહી કરવાથી રોકવાનો નિર્દેશ આપ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
