JNUની પૂર્વ છાત્રા શેહલા રશીદ સામે કેસ ચલાવવાની મંજૂરી, સેના વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની છાત્રા શેહલા રશીદ પર સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
JNU Shehla Rashid: જેએનયુની પૂર્વ છાત્રા શેહલા રશીદ પર કેસ ચલાવવાની મંજૂરી ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આપી દીધી છે. જેએનયુ છાત્ર સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ અને આઈસાની સભ્ય શેહલા રાશિદ પર સેના વિરોધી ટ્વિટ માટે દેશદ્રોહના આરોપમાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉપ રાજ્યપાલ વી કે સક્સેનાએ શેહલા વિરુદ્ધ સેના વિરોધી ટ્વીટ કરવા બદલ તેની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્લી સ્થિત વકીલ અલખ આલોક શ્રીવાસ્તે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શેહલા રશીદે ભારતીય સેના વિશે બે ટ્વિટ કર્યા હતા. દિલ્લીની એલજી ઑફિસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, 'ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ જેએનયુના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને એઆઈએસએ સભ્ય શેહલા રશીદ પર ભારતીય સેના વિશે 2 ટ્વીટ પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી જેનો હેતુ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનો અને સદભાવની જાળવણી માટે પ્રતિકળ કૃત્યોમાં શામેલ હોવાનો હતો.
તમને જણાવી દઈએ કે 2019માં કાશ્મીર સ્થિત શેહલા રશીદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે તેણે તેના ટ્વિટમાં દાવો કર્યો હતો કે, 'સશસ્ત્ર દળો જમ્મુ અને કાશ્મીરમાં ઘરોમાં ઘૂસી રહ્યા છે, છોકરાઓને ઉપાડી રહ્યા છે, ઘરોમાં તોડફોડ કરી રહ્યા છે, જાણીજોઈને ફ્લોર પર રાશન ફેંકી રહ્યા છે, ચોખામાં તેલ ભેળવી રહ્યા છે.' બીજા ટ્વીટમાં લખ્યુ હતુ કે, '4 લોકોને શોપિયાંમાં આર્મી કેમ્પમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમની નજીક એક માઈક મૂકવામાં આવ્યુ હતુ જેથી સમગ્ર વિસ્તાર તેમની ચીસો સાંભળી શકે અને ભયભીત થઈ જાય. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
