રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, હાઈકોર્ટે ફટકારી સજા
રાજપાલ યાદવને 3 મહિનાની જેલ, હાઈકોર્ટે ફટકારી સજા
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાવદ મુશ્કેલીમાં ફસાયો છે. રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ત્રણ મહિનાની સજા સંભળાવતા જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' માટે 2010માં લીધેલ 5 કરોડ રૂપિયાની લોન ન ચૂકવી શકતા દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવ સામે આ કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે અગાઉ ટ્રાયલ કોર્ટની સામે સમજૂતી અંતર્ગત રાજપાલ યાદવે આ રકમ ચૂકવવાની વાત કબૂલી હતી, જે ચૂકવવામાં તે નાકામ રહ્યો. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશ બાદ દિલ્હી પોલીસે રાજપાલ યાદવની તુરંત ધરપકડ કરી જેલ મોકલી દીધો છે.

સમજૂતી છતાં ન ચૂકવી રકમ
ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે ફિલ્મ અતા પતા લાપતા માટે દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ રિલીઝ થઈ અને બૉક્સ ઑફિસ પર ઉંધે મોઢે પટકાઈ. ફિલ્મ રિલીઝ થયા બાદ રાજપાલ યાદવે ફિલ્મની રકમ ન ચૂકવી. બિઝનેસમેને રાજપાત યાદવ, એમની પત્ની અને કંપનીની ઉપર કેસ દાખલ કરી દીધો. આ મામલે ટ્રાયલ કોર્ટમાં કરાર થયો હતો, જેમાં રાજપાલ યાદવે રકમ પરત કરવાની વાત કહી હતી. જે બાદ મામલોહાઈકોર્ટમાં ગયો અને રાજપાલ યાદવને જેલભેગો કર્યો.

કંપની પર ચેક બાઉન્સના 7 મામલા દાખલ
જણાવી દઈએ કે ચેક બાઉન્સના મામલામાં આ વર્ષે એપ્રિલ મહિનામાં રાજપાલ યાદવને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. ચેક બાઉન્સના આ મામલામાં સુનાવણી કરતા કોર્ટે રાજપાલ યાદવ પર 23 એપ્રિલ 2018ના રોજ 11.2 કરોડ રૂપિયાનો આર્થિક દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ મામલામાં તેમની પત્ની રાધા યાદવ પર 10 લા રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જો કે કોર્ટે બાદમાં 50 હજારના બોન્ડ પર તેમને જામીન આપ્યા હતા. રાજપાલ યાદવ અને એમની પત્ની રાધાની કંપની વિરુદ્ધ ચેક બાઉન્સના 7 કેસ દાખલ છે.

મારા પર ષડયંત્ર રચાયું
6 મહિનાની સજાના મામલે રાજપાલ યાદવે કહ્યું હતું કે ષડયંત્ર રચી એક બિઝનેસમેન અને સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદે મને ફસાવ્યો છે. રાજપાલે કહ્યું હતું કે આ મામલામાં એમનું કરિયરના પાંચ વર્ષ બરબાદ થઈ ગયા. એમણે કહ્યું કે જિંદગીમાં જો ફૂલ હોય તો કાંટાઓનું પણ સ્વાગત કરીએ છીએ. ફિલ્મ ફ્લૉપ થવાના સવાલ પર રાજપાલ યાદવે કહ્યું કે તેઓ ક્યારેય ફ્લૉપ ન થઈ શકે અને આખી જિંદગી ફિલ્મો દ્વારા લોકોને હંસાવતા રહેશે.

કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે રાજપાલ
આ મામલામાં કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને વર્ષ 2013માં પણ 10 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. રિપોર્ટ્સ મુજબ દિલ્હીના લક્ષ્મીનગર સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ યાદવ અને અન્ય વિરુદ્ધ ચેક બાઉન્સ સાથે જોડાયેલ વિવિધ 7 ફરિયાદો દાખલ કરી હતી, જેના પર કોર્ટે કાર્યવાહી કરી હતી. જણાવી દઈએ કે રાજપાલ યાદવ બૉલીવુડમાં માલામાલ વીકલી, હંગામા, હલચલ, ફિર હેરાફેરી, ભૂલ-ભૂલૈયા, ચુપકે-ચુપકે, ગરમ-મસાલા, ખટ્ટા-મીઠા જેવી ફલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
