નવા IT નિયમો માટે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વધ્યો વિવાદ, હાઈકોર્ટે ટ્વિટર ઈન્ડિયાને આપી નોટિસ
નવા IT નિયમો માટે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ વધી ગયો છે. હાઈકોર્ટે ટ્વિટર ઈન્ડિયાને નોટિસ આપી છે.
નવી દિલ્લીઃ નવા IT નિયમોનુ પાલન ન કરવા અંગે ટ્વિટર સામે દિલ્લી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સૂચના પ્રોદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021નુ કથિત રીતે પાલન ન કરવા અંગે એક નોટિસ જારી કરી છે.

ટ્વિટરે ભારત સરકારના નવા IT નિયમોનો કર્યો વિરોધ
તમને જણાવી દઈએ કે ભારત સરકારના નવા આઈટી નિયમો જાહેર થયા બાદ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મે નવા નિયમોના પાલનની વાત કહી હતી પરંતુ ટ્વિટરે આવુ ન કર્યુ. ટ્વિટર ઈન્ડિયાએ ભારત સરકારના નવા નિયમોનો વિરોધ કર્યો જેના માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. આ અરજી વકીલ અમિત આચાર્ય દ્વારા દાખલ કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં ટ્વિટરે આપી આ દલીલ
સોમવારે સુનાવણી દરમિયાન ટ્વિટરે અદાલતને જણાવ્યુ કે તે સોગંદનામુ દાખલ કરશે. ટ્વિટરનુ કહેવુ છે કે તેમણે સૂચના પ્રૌદ્યોગિકી(મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021 અનુપાલન કર્યુ છે. ટ્વિટરે જણાવ્યુ કે તેમણે 28 મેના રોજ રેસિડેન્ટ ગ્રિએવન્સ ઑફિસરની નિમણૂક કરી દીધી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 6 જુલાઈના રોજ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
