Delhi Exit Poll : એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં ચૌકાવનારો દાવો, થઈ શકે છે આ પાર્ટીનો સફાયો
Axis My India Exit Poll Delhi 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલાં સામે આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.
હવે વધુ એક એક્ઝિટ પોલમાં પણ બીજેપીની સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે.એક્સિસ માય ઇન્ડિયા (Axis My India) એક્ઝિટ પોલના આંકડા સાચા પડે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો સવાલ ઉભો થઈ શકે છે.

એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, દિલ્હીાં ભાજપ 25 વર્ષ બાદ જીત મેળવી શકે છે. અહીં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે.
એક્સિસ માય ઇન્ડિયાના આંકડા અનુસાર, દિલ્હીમાં ભાજપને 70 માંથી 45 થી 55 બેઠકો મળી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીને 15 થી 25 બેઠકો પર સંતોષ માનવો પડી શકે છે. કોંગ્રેસને 0 થી 1 બેઠક મળી શકે છે.
Axis My India પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને 42 ટકા, ભાજપને 48 ટકા અને કોંગ્રેસને 7 ટકા મત મળી શકે છે. અન્યને 3 ટકા મત મળી શકે છે. સર્વેમાં 13,000 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. બુધવારે મતદાન બાદ સાંજે 6:30 વાગ્યે અનેક સર્વે એજન્સીઓએ આંકડા જાહેર કર્યા હતા.
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતગણતરી થવા જઈ રહી છે. મતગણતરી બાદ જ ખબર પડશે કે દિલ્હીમાં બીજેપી સરકાર બનાવી શકે છે કે પછી આમ આદમી પાર્ટી સત્તા બચાવવામાં સફળ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
