Delhi Exit Poll 2025: 5 કારણો જે દિલ્હીમાં ભાજપની જીત માટે નિર્ણાયક બની શકે છે | Exit Poll Analysis
Delhi Exit Poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ચૂંટણી પંચના આંકડા મુજબ 60.44% મતદાન નોંધાયું છે.
બીજી તરફ એક્ઝિટ પોલના આંકડા સૂચવે છે કે 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની સંભાવના છે. જો કે એક્ઝિટ પોલ ખોટા પણ પડી શકે છે.

મતદાન બાદ 11 એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને તેમાંથી 9 ભાજપની સરકાર બનવાની આગાહી કરાઈ છે તો 2 પોલ્સમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે તો દિલ્હીમાં ભાજપની જીતના 5 મુખ્ય કારણો હોઈ શકે છે.
આમ આદમી પાર્ટીના વચનો અને યમુના મુદ્દો
2013માં AAPની સ્થાપના બાદ દિલ્હીના લોકોને કોંગ્રેસ અને ભાજપનો નવો વિકલ્પ મળ્યો. 2015માં AAPએ ભારે બહુમતીથી સરકાર બનાવી અને મફત વીજળી-પાણી જેવી યોજનાઓના વચનો આપ્યા.
2020માં પાર્ટીએ મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો વાયદો કરીને ચૂંટણી જીતી. જો કે તેમ છત્તા AAP સરકાર મોટા વિકાસ કાર્યોને લઈને ટીકા હેઠળ રહી.
ભાજપે મોહલ્લા ક્લિનિકની ખરાબ સ્થિતિ, યમુનાની સફાઈમાં નિષ્ફળતા અને 20 લાખ નોકરીઓના વચનો પૂર્ણ ન થવા જેવા મુદ્દાઓને ઉઠાવ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન સ્વયં અરવિંદ કેજરીવાલે યમુનામાં ઝેરની વાત કરી, જે ભાજપ માટે મોટો મુદ્દો બન્યો. પીએમ મોદી અને ભાજપના નેતાઓએ આ નિવેદનને આધાર બનાવીને કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો.
બ્રાન્ડ કેજરીવાલને ઝટકો
અરવિંદ કેજરીવાલ AAPના સૌથી મોટા ચહેરા છે અને તેમની સાદગીભરી છબીએ તેમને દિલ્હીમાં લોકપ્રિય બનાવ્યા. જો કે દિલ્હી આબકારી નીતિ કૌભાંડ બાદ તેમની છબીને નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત સીએમ નિવાસ પર થયેલા ભારે ખર્ચને પણ ભાજપે ચૂંટણી મુદ્દો બનાવ્યો. આબકારી નીતિ મામલે જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું, જે પાર્ટી માટે ઝટકો સાબિત થયો.
મધ્યમ વર્ગનો ઝુકાવ ભાજપ તરફ
દિલ્લીમાં મધ્યમ વર્ગના મતદારો ચૂંટણી પરિણામોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. AAPની મફત યોજનાઓએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આકર્ષ્યા પરંતુ મધ્યમ વર્ગે તેને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. ચૂંટણી પહેલા મોદી સરકારે કેન્દ્રિય બજેટમાં આવક વેરા છૂટ વધારીને 12 લાખ રૂપિયા કરી, જેનાથી મધ્યમ વર્ગને રાહત મળી. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે, તો ભાજપની જીતમાં મધ્યમ વર્ગના મતદારોની મોટી ભૂમિકા રહેશે.
ભાજપનો આક્રમક ચૂંટણી પ્રચાર
ભાજપ હંમેશા આક્રમક ચૂંટણી પ્રચાર માટે જાણીતી છે. આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના મોટા નેતાઓએ પ્રચાર કર્યો. આ ઉપરાંત ભાજપે માઇક્રો લેવલ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને AAP સરકારના 10 વર્ષના શાસનની નિષ્ફળતાઓને જોરશોરથી ઉઠાવી. ભાજપે જનતા સુધી આ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે AAP સરકાર પર એન્ટી-ઇન્કમ્બન્સી હાવી છે.
ભાજપ વિરોધી મતદારોનું વિભાજન
2024ના લોકસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસે મળીને ચૂંટણી લડી, જેનાથી ભાજપનું જીતનો અંતર ઓછુ થયુ હતુ. પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ અલગ-અલગ લડી, જેનાથી વિરોધી મતદારો વિભાજિત થયા. આ ઉપરાંત AIMIM, બસપા, આઝાદ સમાજ પાર્ટી અને NCPએ પણ ઘણી બેઠકો પર ચૂંટણી લડી, જેનાથી AAP ના પરંપરાગત મતદારો વિખેરાઈ ગયા.
8 ફેબ્રુઆરીએ અંતિમ નિર્ણય
જો એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે તો સ્પષ્ટ થશે કે ભાજપે વિરોધી મતદારોના વિભાજનનો સંપૂર્ણ લાભ લીધો અને સત્તામાં વાપસી કરી. દિલ્લીમાં આ વખતે મુકાબલો અત્યંત રસપ્રદ રહ્યો છે.
ભાજપની જીતની આગાહી કરનારા એક્ઝિટ પોલ સાચા સાબિત થશે કે નહીં તે તો 8 ફેબ્રુઆરીએ પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે. પરંતુ જો ભાજપ ચૂંટણી જીતી જાય છે, તો તેના પાછળ AAPની નબળાઈઓ, ભાજપનો આક્રમક પ્રચાર, મધ્યમ વર્ગનો સમર્થન અને વિરોધી મતદારોનું વિભાજન મુખ્ય કારણો હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
