Delhi Excise Policy Case: મનિષ સિસોદિયાએ CBI પાસે માંગ્યો સમય, દારૂ કૌભાંડમાં આજે થવાની હતી પૂછપરછ
Delhi Excise Policy Case : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ CBI સમક્ષ હાજર થવા માટે 1 અઠવાડિયાનો સમય માંગ્યો છે. પત્રમાં નાયબ મુખ્યમંત્રીએ લખ્યું છે કે, દિલ્હીનું બજેટનું કામ છેલ્લા તબક્કામાં છે.
Delhi Excise Policy Case : CBIએ શનિવારના રોજ દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને નોટિસ ફટકારી એક્સસાઇઝ ડ્યુટી પોલિસીના કથિત કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. મનિષ સિસોદિયાએ CBI પાસે તારીખોમાં ફેરફાર કરવા માટે વિનંતિ કરી હતી.

મનીષ સિસોદિયાએ એક સપ્તાહનો સમય માંગ્યો
ન્યૂઝ એજન્સીના ટ્વિટ અનુસાર, મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીના નાણામંત્રી હોવાના કારણે બજેટ તૈયાર કરવું ખૂબ જ જરૂરીછે, તેથી મેં CBIને પૂછપરછની તારીખો બદલવાનો અનુરોધ કર્યો છે. જ્યારે પણ એજન્સી પૂછપરછ માટે બોલાવશે, ત્યારે હું ફેબ્રુઆરીનાઅંતમાં જઈશ. મેં હંમેશા તમામ તપાસ એજન્સીઓને સહકાર આપ્યો છે અને આપતો રહીશ.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ CBI સમક્ષ હાજર થવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. પત્રમાં નાયબ મુખ્યમંત્રીએલખ્યું છે કે, દિલ્હીનું બજેટનું કામ છેલ્લા તબક્કામાં છે અને તે પૂરું થતાં જ એજન્સી સમક્ષ હાજર થશે.
આવા સમયે મનીષ સિસોદિયાએ શનિવારના રોજ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને માહિતી આપી કે, CBIએ નોટિસ જાહેર
કરીને રવિવારના રોજ એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે, CBIએ શનિવારનારોજ ફરી કોલ કર્યો છે. તેઓએ મારી વિરુદ્ધ CBI, EDની સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ અગાઉ પણ ઘરે રેડ અને બેંક લોકરનીતલાશીમાં મારી સામે કંઈ મળ્યું ન હતું. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે, તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશાતપાસમાં સહકાર આપ્યો છે અને કરતો રહીશ.

તપાસ એજન્સીઓ કરી રહી છે સતત કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, 11 ફેબ્રુઆરી, 2023ના રોજ જ મગુંતા રાઘવ રેડ્ડીની EDએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરી હતી.
મગુન્થા રાઘવ રેડ્ડી YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ મગુન્થા શ્રીનિવાસુલુ રેડ્ડીનો પુત્ર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી રાઘવબાલાજી ગ્રુપ નામની કંપનીનો માલિક અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદનો પુત્ર છે.
ED અને CBIએ દાવો કર્યો છે કે 'સાઉથ ગ્રુપ' તરીકેઓળખાતી લોબીની મિલીભગત અને લાંચ સાથે દિલ્હીની એક્સાઈઝ ડ્યુટી નીતિમાં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવીહતી.

ઘણા લોકોની ધરપકડ કરાઇ છે
આ કેસમાં આરોપી વિજય નાયર AAPનો રણનીતિકાર છે. તેને જામીન મળી રહ્યા નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે કૌભાંડ થયું છે અને તે તેમાંસામેલ છે.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ નાયર, અરુણ પિલ્લઈ, સમીર મહેન્દ્રુ અને અન્યઆરોપીઓ સાથેના તેમના સંબંધો જાહેર કરવા જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
