Delhi Election 2025 : દિલ્હી ચૂંટણીમાં TMC આમ આદમી પાર્ટીને સમર્થન આપશે, જાણો શું કહ્યું કેજરીવાલે?
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તામાં વાપસી માટે પુરી તાકાત લગાવી રહી છે.
દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ સાથે નથી પરંતુ મમતા બેનર્જીની ટીએમસીએ અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે. મમતા બેનર્જીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

TMC એ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મમતા બેનર્જીનો આભાર માન્યો. અરવિંદ કેજરીવાલે લખ્યું કે, TMCએ દિલ્હીની ચૂંટણીમાં AAPને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હું વ્યક્તિગત રીતે મમતા દીદીનો આભારી છું.
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી દિલ્હીમાં રાજનીતિ ગરમ છે. 5 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ પછી 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે.
આ દરમિયાન દિલ્હીમાં બે મુખ્ય પક્ષો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. હવે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સાથે મમતા બેનર્જીની ટીએમસીએ પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
સમાજવાદી પાર્ટીએ AAPને સમર્થન જાહેર કર્યા બાદ અરવિંદ કેજરીવાલે અખિલેશ યાદવનો આભાર વ્યક્ત કર્યો છે. કેજરીવાલે લખ્યુ કે, ખૂબ ખૂબ આભાર અખિલેશ જી. તમારું સમર્થન હંમેશા અમારી સાથે છે. આ માટે હું અને દિલ્હીના લોકો તમારા આભારી છીએ.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અખિલેશ યાદવે કહ્યું હતું કે દિલ્હીમાં જે પણ બીજેપીને હરાવશે તેને સપા સમર્થન આપશે. માત્ર આમ આદમી પાર્ટી જ દિલ્હીમાં ભાજપને હરાવી શકશે, તેથી તે AAP સાથે સ્ટેજ શેર કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
