Delhi Election 2025 : બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્મા પર આચારસંહિતા ભંગનો આરોપ, ચૂંટણી પંચ તપાસ કરશે

Delhi Assembly Elections 2025 : હેરફેર અને છેડછાડ કરીને ચૂંટણી જીતવા માટે કુખ્યાત બીજેપી પર દિલ્હીમાં વધુ એક વખત ગંભીર આરોપ લાગ્યા છે.

દિલ્હીમાં ચૂંટણી પહેલા ઈલેક્શન કમિશને બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્મા સામે તપાસના આદેશ આપ્યા છે. પ્રવેશ વર્મા પર આચારસંહિતા ભંગનો આરોપ છે.

Delhi Assembly Elections 2025

આમ આદમી પાર્ટીએ પ્રવેશ વર્મા વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચને કરેલી ફરિયાદને દિલ્હી ચૂંટણી કમિશનરને મોકલાઈ છે. ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને આ ફરિયાદની તપાસ કરવા, તથ્યોની ખાતરી કરવા અને આદર્શ આચારસંહિતા મુજબ તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પર્વેશ વર્મા વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ કરી છે. પાર્ટીએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી ભૂમિકામાં ફેરફારો અને કાપનો પણ આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી ચૂંટણી પંચને જણાવ્યું છે કે કે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળ તરફથી મતો કાઢ રદ કરવા નવા મતો ઉમેરવા અંગે ફરિયાદ મળી છે. આ સાથે જ ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ મળી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હી ચૂંટણી કમિશનરને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળ દ્વારા આપવામાં આવેલી આ ફરિયાદો પર ચૂંટણી પંચના નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા અને કાર્યવાહીની માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવા જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X