દિલ્લીના શાહદરામાં સિલિન્ડર બ્લાસ્ટ, 4ના મોત, એક ઘાયલ
દિલ્લીમાં ગઈ કાલે રાતે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જાણો વિગત.
નવી દિલ્લીઃ દિલ્લીમાં ગઈ કાલે રાતે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટના શાહદરાના ફર્શ બજારમાં બની છે જ્યાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે ચાર લોકોના મોત થઈ ગયા જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દિલ્લી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યુ કે સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી ગઈ જેમાં 4 લોકોના મોત થઈ ગયા જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે.

માહિતી મુજબ આ દૂર્ઘટના એ વખતે બની જ્યારે ઘરમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો. સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ. ઘટના બાદ સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ અને પોલિસ પહોંચી. દૂર્ઘટનામાં ચાર લોકોના આગમાં સળગી જવાથી મોત થઈ ગયા. પોલિસે ચારે શબોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે. સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણોસર થયો તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. આ ઘટના પર પોલિસ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
શાહદરા ઉપરાંત દક્ષિણ પૂર્વ દિલ્લીના તુગલકાબાદમાં પણ મંગળવારે આગ લાગી ગઈ હતી. આ આગ સિલિન્ડરની દુકાનમાં લાગી હતી. સારી વાત એ છે કે દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને તેણે આગ પર કાબુ મેળવી લીધો. અધિકારીઓએ જણાવ્યુ કે આગ લાગવાની સૂચના તેમને સાંજે 6.19 વાગે મળી હતી ત્યારબાદ અમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.












Click it and Unblock the Notifications
