Delhi Cocaine Seized : ડ્રગ્સની ઝપેટમાં દિલ્હી, વધુ એક 2 હજાર કરોડની કોકીનની ખેપ પકડાઈ
Delhi Cocaine Seized : દેશભરમાં આજકાલ કરોડોનું ડ્રગ્સ પકડાવુ સામાન્ય બાબત બની ગઈ છે. હવે અઠવાડિયામાં જ દિલ્હીમાં બીજી વખત હજારો કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ છે.
સમાચારો અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શહેરના રમેશ નગર વિસ્તારમાંથી 2 હજાર કરોડ રૂપિયાનું 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે.

દિલ્હી પોલીસને આ અઠવાડિયામાં આ આ બીજી સફળતા મળી છે. આ પહેલા ગયા અઠવાડિયે મહિપાલપુરમાંથી 560 કિલો કોકેન ઝડપાયું હતું. જેની કિંમત લગભગ 5000 કરોડ રૂપિયા આસપાસ હતી.
બીજી તરફ 5000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં દિલ્હી પોલીસે સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાતમા આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ અખલાખ છે અને તે યુપીના હાપુડનો રહેવાસી છે. આ આરોપીની તપાસમાં જ સ્પેશિયલ સેલે દિલ્હીના રમેશ નગરમાં દરોડો પાડીને 200 કિલો કોકેન જપ્ત કર્યું છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ સમગ્ર સિન્ડિકેટ સાથે સંબંધિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. આ કેસમાં કાર્ગો રૂટથી રોડ સુધીની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જે સાતમા આરોપીની ધરપકડ કરી છે તેની ડ્રગ્સ સિન્ડિકેટમાં અત્યાર સુધીની ભૂમિકા ટ્રાન્સપોર્ટેશનને લઈને પ્રકાશમાં આવી રહી છે. વેરહાઉસમાં ડ્રગ્સ રાખનાર વ્યક્તિ યુકેનો નાગરિક હતો અને કોકેઈન અહીં રાખ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. અખલાખની પૂછપરછ બાદ જ પોલીસને યુકેના આ નાગરિક વિશે માહિતી મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
