કોરોનાથી જીવ ગુમાવનાર સફાઈકર્મીના પરિવારને CM કેજરીવાલે સોંપ્યો 1 કરોડનો ચેક
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનાર સફાઈકર્મી રાજુના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનાર સફાઈકર્મી રાજુના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. અરવિંદ કેજરીવાલે શુક્રવારે મજનૂ કા ટીલા વિસ્તારમાં પહોંચીને અહીં રહેતા રાજુના પરિવારને મળ્યા અને તેમના પરિવારને સહાયતા રકમનો ચેક આપ્યો. અહીં મીડિયા સાથે વાત કરીને કેજરીવાલે કહ્યુ કે રાજુએ દેશ અને લોકોની સેવા કરીને જીવ આપ્યો છે. કોરોના વૉરિયર્સ જે કરી રહ્યા છે તે બહુ મોટી વસ્તુ છે અને આપણને સૌને તેમના પર ગર્વ છે.

દિલ્લી સરકારે ફરજ પર રહીને કોરોનાથી મોત થવા પર પરિવારજનોને એક કરોડની મદદનુ એલાન કર્યુ છે. કોઈ સરકાર કર્મચારીના મોત બાદ એક કરોડની સમ્માન રકમ મોકલવા સમયે પ્રશાસનિક વિભાગ દ્વારા ડેથ ઑડિટ કમિટીનો રિપોર્ટ, જે હોસ્પિટલમાં કર્મી ભરતી હતો ત્યાંના ચિકિત્સા અધિક્ષકનો રિપોર્ટ, કર્મી સરકારી નોકરીમાં કાર્યરત હતો તેનો રિપોર્ટ, કેન્સલ કરેલો ચેક, બેંક અકાઉન્ટનુ વિવરણ અને મૃતકના માતા-પિતા, પત્નીના આધાર કાર્ડનુ વિવરણ મોકલવાનુ રહેશે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 68,898 નવા કેસ સામે આવ્યા છે અને 983 દર્દીના મોત થયા છે. ત્યારબાદ દેશમાં કોવિડ19ના કુલ કેસોની સંખ્યા વધીને 29,05,824 થઈ ગઈ છે. આમાં 6.92,028 સક્રિય કેસ છે અને 54,849 મોત અત્યાર સુધી કોરોનાથી થઈ છે. વળી, અત્યાર સુધી 21,58,947 દર્દી કોરોના સંક્રમણ બાદ રિકવર થઈને ઘરે પાછા આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં બહુ ઝડપથી કોરોનાના કેસ આવી રહ્યા છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત દુનિયાનો સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત દેશ છે.












Click it and Unblock the Notifications
