'જેલમાં ઝડપથી ઘટી રહ્યુ છે કેજરીવાલનુ વજન...', ડાયાબિટીઝથી પીડિત સીએમના આરોગ્ય માટે ચિંતિત પાર્ટી અને પરિવાર
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. AAP સૂત્રોનો દાવો છે કે ધરપકડ બાદ કેજરીવાલનું વજન ચાર કિલોગ્રામ ઘટી ગયું છે.
એક સૂત્રએ કહ્યું કે પરિવાર અને પાર્ટી બંને તેમની બગડતી તબિયતથી ચિંતિત છે. આપ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ડૉકટરોએ તેમના 'ઝડપથી ઘટી રહેલા વજનની' ચિંતા વ્યક્ત કરી છે. દિલ્લી CMના સ્વાસ્થ્યની અપડેટ દિલ્હી હાઈકોર્ટમાં તેમની ધરપકડ અને ટ્રાયલ કોર્ટના રિમાન્ડને પડકારતી અરજીની સુનાવણી કરવાના કલાકો પહેલા આવી છે.

અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 21 માર્ચે દિલ્હીની હવે સમાપ્ત થઈ ચૂકેલી એક્સાઇઝ પૉલિસી 2021-22માં કથિત અનિયમિતતા સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 27 માર્ચના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં પક્ષના એક નેતા કે જેઓ નામ જાહેર કરવા માંગતા નહોતા તેમને ટાંકીને કહ્યું, "CM અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ સતત વધઘટ થઈ રહ્યું છે અને તે ઘટીને 46 થઈ ગયું છે. ડૉકટરોનું કહેવું છે કે શુગર લેવલ આટલુ બધુ ઘટી જવુ ખૂબ જ ખતરનાક છે."
મુખ્યમંત્રીની પત્ની સુનીતા કેજરીવાલે પણ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમને ડાયાબિટીસ છે. તેમણે કહ્યું હતું કે તેમનુ શુગર લેવલ અનિયમિત છે, પરંતુ તેમનો નિશ્ચય મજબૂત છે.
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે કસ્ટડીમાં કેજરીવાલનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે તેમના સ્વાસ્થ્ય અને તેમની આહારની જરૂરિયાતો પર દેખરેખ રાખવા માટે એક ટીમની નિમણૂક કરી હતી. તેમના સુગર લેવલનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવતું હતું અને તે મેડિકલ ટીમ સાથે ઠીક હતું. તેમની તબિયત સારી હતી. તપાસની દૈનિક જરૂરિયાતોને આધારે કસ્ટોડિયલ પૂછપરછ પણ મર્યાદિત હતી. મેડીકલ ટીમ દ્વારા સલાહ આપવામાં આવેલ કેન્ડી અને અન્ય ખાદ્ય ચીજો સહિત તેમને જરૂરી દરેક વસ્તુનો અમે સ્ટોક કર્યો."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
