Arvind Kejriwal Arrest: કેજરીવાલે EDની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી અરજી, જાણો ક્યારે મળશે જામીન
Arvind Kejriwal Arrest: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. રિપોર્ટ અનુસાર અરવિંદ કેજરીવાલ પહેલા નીચલી કોર્ટમાં જશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક સુનાવણી માટે ઈડીની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હવે તેમણે સત્તાવાર રીતે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ નીચલી કોર્ટમાં રિમાન્ડ જજ સમક્ષ ધરપકડ સામે દલીલ કરશે. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલ મની-લૉન્ડરિંગ તપાસના સંબંધમાં તેમની ધરપકડ સામે કેજરીવાલની અરજી સાંભળવા માટે પણ સંમતિ આપી હતી. પરંતુ અચાનક કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
AAP નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના પરિવારને નજરકેદ કરવામાં આવ્યો છે. ગોપાલ રાયે કહ્યું છે કે કેજરીવાલની ધરપકડના કલાકો બાદ અધિકારીઓએ તેમને તેમના પરિવારને મળવાથી રોકી દીધા છે. અરવિંદ કેજરીવાલને જામીન ક્યારે મળશે તે સવાલ હવે ઉઠી રહ્યા છે. જો આજે જામીન ના મળે તો સીએમ કેજરીવાલને ઘણા દિવસો સુધી EDની કસ્ટડીમાં રહેવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટનો આજે 22મી માર્ચે હોળી પહેલાનો છેલ્લો કાર્યકારી દિવસ છે. હવે સુપ્રીમ કોર્ટ 1 એપ્રિલે ખુલશે.
Delhi CM Arvind Kejriwal withdraws from Supreme Court his plea against arrest by Enforcement Directorate.
— ANI (@ANI) March 22, 2024
Senior advocate Abhishek Manu Singhvi appearing for Arvind Kejriwal tells Supreme Court that Kejriwal is withdrawing the petition in the Supreme Court as it is clashing with… pic.twitter.com/ARcxfFPIO6












Click it and Unblock the Notifications
