CM અરવિંદ કેજરીવાલે EDના છઠ્ઠા સમન પર હાજર થવાનો કર્યો ઈનકાર, AAPએ ગણાવી ગેરકાનૂની નોટિસ
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લૉન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટી (AAP)એ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર નહીં થાય.
વળી, AAPએ આ નોટિસને 'ગેરકાયદેસર' પણ ગણાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને છ સમન્સ જાહેર કર્યા છે. તાજેતરનું સમન્સ 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમને 19 ફેબ્રુઆરીએ ઈડી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ મામલામાં AAPનું કહેવું છે કે ઈડીનું સમન્સ ગેરકાયદેસર છે.

જો કાયદેસર રીતે યોગ્ય સમન્સ મોકલવામાં આવશે, તો તે ચોક્કસપણે ઈડી સમક્ષ હાજર થશે. આ મામલે આમ આદમી પાર્ટી (AAP) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય, તેમનું સમન્સ ગેરકાયદેસર છે. કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સની માન્યતાનો મુદ્દો પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આપે કહ્યું હતું કે ઈડી પોતે કોર્ટમાં ગઈ હતી, તેથી તેણે વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
