Arvind Kejriwal: દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ ફરીથી બોલાવ્યા, મોકલ્યુ ચોથુ સમન
ED summons Delhi CM Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પૉલિસી કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ મોકલ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલ આ ચોથું સમન્સ છે.
અગાઉ, ઈડીએ તેમને ત્રણ વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ કેજરીવાલે કહ્યું હતું કે તેમને મોકલવામાં આવેલ સમન્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને તેથી તેઓ હાજર નહીં થાય. ચોથા સમન્સમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.

અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી માટે તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ 18થી 20 જાન્યુઆરી સુધી ગોવામાં હોઈ શકે છે. નોંધનીય છે કે જ્યારે ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલ્યું હતું ત્યારે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સમન્સના બહાને તેમની ધરપકડ કરવા માંગે છે.
પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે તેમના વકીલોએ તેમને કહ્યું કે આ સમન્સ ગેરકાયદેસર છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, 'ઈડીનો ઉદ્દેશ્ય મારી પૂછપરછ કરવાનો નથી, તેનો ઉદ્દેશ્ય કેન્દ્રના કહેવા પર મારી ધરપકડ કરવાનો છે, જેથી હું લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું. જો લિકર પૉલિસી મામલે કોઈ કૌભાંડ થયું હોત તો તેમને કંઈક મળ્યું હોત, પરંતુ ભ્રષ્ટાચાર ન હોવાથી ઈડીને એક પૈસો મળ્યો નથી. ઈડીએ ખોટા આરોપમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓની ધરપકડ કરી છે અને હવે હું તેમનો નિશાન છું.'
ભાજપનું કહેવું છે કે દારૂ નીતિ કૌભાંડના અસલી માસ્ટરમાઈન્ડ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે. ભાજપે આરોપ લગાવ્યો કે જો અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હોય તો તેમણે ઈડી સમક્ષ પોતાનો મત રજૂ કરવો જોઈએ. પરંતુ, તેઓ વારંવાર સમન્સની અવગણના કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
