Delhi Election Exit Poll 2025 : દિલ્હીની મહિલાઓએ કઈ પાર્ટીને મત આપ્યા?
Delhi Election Exit Poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તમામની નજર 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો પર છે.
પરિણામ પહેલા તમામ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. આ એક્ઝિટ પોલ્સ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હીમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે તો આમ આદમી પાર્ટી મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી રહી છે.

દિલ્હીની મહિલાઓએ કોને વોટ આપ્યા?
દિલ્હીની ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે. એક્સિસ માય ઈન્ડિયા અને સી-વોટર જેવા મોટા સર્વેમાં જાણવા મળ્યું છે કે આ વખતે દિલ્હીની મહિલાઓની પહેલી પસંદ કઈ પાર્ટી હતી.
મહિલાઓને આકર્ષવા માટે ભાજપના વચન
આ ચૂંટણીમાં મહિલાઓને આકર્ષવા માટે ભાજપે ઘણી મોટી જાહેરાતો કરી છે, જેમાં દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓ માટે ઘણી મફત યોજનાઓનું પણ વચન આપવામાં આવ્યું છે.
એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ
એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 46% મહિલા મતદારોનું સમર્થન મળવાની અપેક્ષા છે. 44% મહિલાઓએ AAPને પસંદ કરી છે. આ પોલમાં બન્ને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.
સી-વોટર એક્ઝિટ પોલ
સી-વોટર સર્વે અનુસાર, દિલ્હીમાં AAPને 50.7% મહિલાઓનું સમર્થન મળ્યું છે તો ભાજપને 34.3% મહિલાના મત મળવાની ધારણા છે. આ સિવાય કોંગ્રેસને 6.8% મહિલાઓ મત મળી શકે છે.
દિલ્હી ચૂંટણી 2025ના એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે મહિલાઓ અને પુરુષોની પસંદગી અલગ-અલગ છે. એક તરફ ભાજપને પુરૂષોનું જોરદાર સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ મહિલાઓમાં AAP અને BJP વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જો કે આખરી નિર્ણય 8મી ફેબ્રુઆરીએ મતગણતરી બાદ જ આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
