Delhi Assembly Election 2024 : દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે 21 ઉમેદવાર જાહેર કર્યા
Delhi Assembly Election 2024 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
કોંગ્રેસે 21 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના મોટા નેતા સંદિપ દિક્ષિતનું નામ પણ છે.

ગુરુવારે CECની બેઠક બાદ પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બદલીથી, રાગિણી નાયક વજીરપુરથી, સંદીપ દીક્ષિત નવી દિલ્હીથી અને અભિષેક દત્ત કસ્તુરબા નગરથી ચૂંટણી લડશે.
આ પહેલા દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં મહિલાઓની સાથે યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. તમે આવા ઘણા યુવા ચહેરાઓ જોશો જે પહેલીવાર ચૂંટણી લડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા રહ્યા છે. તમે ચોક્કસપણે અરવિંદ કેજરીવાલની સામે મજબૂત ચહેરો જોશો.
જણાવી દઈએ કે, ઈન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસબા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ કોંગ્રેસે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Congress releases first list of 21 candidates for Delhi elections.
— ANI (@ANI) December 12, 2024
Delhi Congress chief Devender Yadav to contest from Badli, Ragini Nayak from Wazirpur, Sandeep Dikshit from New Delhi, Abhishek Dutt from Kasturba Nagar. pic.twitter.com/ceb8QcGCkK
દિલ્હીમાં આમ આદમી પાર્ટી 2013 થી સત્તામાં છે અને ચૌથી વખત પણ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ બીજેપી કોઈપણ ભોગે દિલ્હીની સત્તા માટે હવાતિયા મારી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
