દિલ્લીમાં આપ સરકારની હાઉસ સીવર કનેક્શન સુવિધા મંજૂર, 2025 સુધી સ્વચ્છ યમુનાનુ લક્ષ્ય થશે પૂરુ

દિલ્લીમાં યમુના નદીમાં થતા પ્રદૂષણને ઘટાડવા માટે હવે આપ સરકારે હવે હાઉસ સીવર કનેક્શન યોજનાને મંજૂરી આપી છે. જેનાથી 2025 સુધીમાં સ્વચ્છ યમુનાનુ લક્ષ્ય પૂરુ થશે.

દિલ્લીમાં યમુના નદીના પ્રદૂષણને ઘટાડવા માટે અરવિંદ કેજરીવાલની આપ સરકાર ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. દિલ્લીમાં દૂષિત જળને પ્રવાહિત કરવાથી બચાવવા માટે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાની યોજના પછી હવે ગ્રામીણ ક્ષેત્રોમાં યમુના નદીમાં નાખવામાં આવતા દૂષિત જળનો ઉકેલ લાવવાની યોજના પર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યુ છે. જે હેઠળ 29 અનધિકૃત કૉલોનીઓ તેમજ 3 ગામોના બધા ઘરોમાં સીવર લાઈન કનેક્શન આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

cm kejriwal

માનવામાં આવી રહ્યુ છે કે દિલ્લી સરકારનુ આ મોટુ પગલું યમુનાના જળને સાફ કરવામાં ઘણી મદદ મળશે. દિલ્લી સરકાર વર્ષ 2025 સુધીમાં યમુના નદીની સફાઈ પૂર્ણ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સમગ્ર દિલ્લીમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. સરકાર ઘરોમાં 24 કલાક શુધ્ધ પાણી આપવા અને ઘરોને ગટરની લાઈનો સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે.

હાલમાં દિલ્લી સરકારે કુલ 570 કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ બવાના અને મુંડકા માટે છે. આમાં ડી-સેન્ટ્રલાઇઝ્ડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ, દિલ્લીની વિવિધ અનધિકૃત કૉલોનીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ગટર લાઇન નાખવી, 2 MGD ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનુ નિર્માણ વગેરે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ સિવાય ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ 29 અનધિકૃત વસાહતો અને વજીરાબાદ, ભાલસ્વા અને સ્વરૂપ નગરના 3 ગામોમાં તમામ ઘરોમાં ગટર લાઇન કનેક્શન આપવા માટે જલબોર્ડની યોજનાને મંજૂરી આપી છે. જેની કુલ કિંમત 77.7 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થવાથી દિલ્લીની અનધિકૃત કૉલોનીઓ અને ગામડાઓમાં લગભગ 5 લાખ લોકોને ગટરની સમસ્યામાંથી રાહત મળશે.

દિલ્લી સરકારના પ્રોજેક્ટ મુજબ હવે ગટરનુ પાણી ટ્રીટમેન્ટ બાદ જ છોડવામાં આવશે. આ પ્રોજેક્ટને લઈને દિલ્લીના ઘણા વિસ્તારોમાં ઝડપથી કામ ચાલી રહ્યુ છે. ભાલસ્વામાં, રાજીવ નગર, રાજીવ નગર એક્સ્ટેંશન અને સ્વામી શ્રદ્ધાનંદ પાર્ક નામની 3 અનધિકૃત વસાહતોમાં આંતરિક પેરિફેરલ ગટર નાખવાનુ કામ પૂર્ણ થયુ છે.

હવે અહીંના મકાનોના ગટર કનેક્શન ગટરલાઇન સાથે જોડવામાં આવશે. ભાલસ્વામાં આ પ્રોજેક્ટ પાછળ 14.9 કરોડનો ખર્ચ થશે. આનાથી ત્રણ અનધિકૃત કૉલોનીઓમાં લગભગ 0.92 લાખ મકાનોને ફાયદો થશે. અહીંથી નીકળતા સીવરેજ, ગટર લાઈનો મારફતે નજીકના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે. ટ્રીટમેન્ટ બાદ પાણીને યમુનામાં છોડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X