દિલ્હી: આમ આદમી પાર્ટીએ વોર્ડના સીમાંકન સામે ચૂંટણી પંચ સમક્ષ રજુ કર્યો વાંધો
આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે દિલ્હીમાં વોર્ડના સીમાંકન અંગેના પ્રારંભિક સૂચનો અને વાંધાઓ સીમાંકન આયોગને સુપરત કર્યા હતા. AAPએ આક્ષેપ કર્યો છે કે વોર્ડનું વિભાજન અતાર્કિક છે. AAP પ્રતિનિધિમંડળે કહ્યું કે કેટલાક વોર્ડન
આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે દિલ્હીમાં વોર્ડના સીમાંકન અંગેના પ્રારંભિક સૂચનો અને વાંધાઓ સીમાંકન આયોગને સુપરત કર્યા હતા. AAPએ આક્ષેપ કર્યો છે કે વોર્ડનું વિભાજન અતાર્કિક છે. AAP પ્રતિનિધિમંડળે કહ્યું કે કેટલાક વોર્ડની વસ્તી 35 હજાર છે અને કેટલાક વોર્ડમાં 93 હજારથી વધુ છે. આપનો આરોપ છેકે આ પ્રક્રિયા રાજકીય પ્રેરિત છે.

AAP એ એમસીડીની ચૂંટણી વહેલી તકે કરાવવાની પણ માંગ કરી છે. AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ, MCD પ્રભારી દુર્ગેશ પાઠક અને અધ્યક્ષ આદિલ અહેમદ ખાન ચૂંટણી પંચને વાંધો રજૂ કરનારાઓ નેતાઓમાં સામેલ હતા. રાજ્ય ચૂંટણી પંચે દરેક વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યોને સ્થાનિક પદાધિકારીઓ સાથે સીમાંકન ડ્રાફ્ટ રિપોર્ટ પર ચર્ચા કરવા જણાવ્યું હતું. તેમની ટિપ્પણીઓ અને વાંધાઓ તૈયાર કરવા કહ્યું હતુ.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આજે સીમાંકન આયોગને દિલ્હીમાં વોર્ડના સીમાંકન અંગેના પ્રારંભિક સૂચનો અને વાંધાઓ રજૂ કર્યા છે. તદનુસાર, દિલ્હીમાં વોર્ડની સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવા માટે એક જ આદેશ સાથે સીમાંકન સમિતિની રચના કરવામાં આવી હતી. AAPએ કહ્યું છે કે સમિતિને 22 વોર્ડ ઘટાડવાની જરૂર હતી. એકમાત્ર સાચો રસ્તો એ હતો કે તે વિધાનસભા મતવિસ્તારોને ઓળખી શકાય કે જેમાં ચારથી સાત વોર્ડ હોય. દરેકમાં વહેંચણી કરીને એક વોર્ડ ઘટાડવાનો હતો.
AAPનો આક્ષેપ છે કે મોટાભાગના વિધાનસભા મતવિસ્તારોમાં વોર્ડની સંખ્યા બદલ્યા વગર જ ગરબડ થઈ છે તેથી આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે રાજકીય પ્રેરિત છે.સીમાંકન સમિતિએ મનસ્વી રીતે વોર્ડની સીમાઓમાં ફેરફાર કર્યો છે. હવે કેટલાક વોર્ડની વસ્તી 35 હજારથી ઓછી છે, જ્યારે કેટલાક વોર્ડમાં 93 હજારથી વધુ લોકો રહે છે, તેથી આ પ્રક્રિયા અતાર્કિક છે. AAP અનુસાર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2011ની વસ્તી ગણતરીના આંકડાને સીમાંકન માટે માપદંડ તરીકે લેવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
