દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર ત્રીજી વખત બેસશે કેજરીવાલ, શપથ ગ્રહણમાં 1 લાખ લોકો આવશે
દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર ત્રીજી વખત બેસશે કેજરીવાલ, શપથ ગ્રહણમાં 1 લાખ લોકો આવશે
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદની ખુરશી પર ત્રીજીવાર બેસવા જઈ રહ્યા છે. આજે કેજરીવાલ સીએમ પદના શપથ લેશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદની શપથ લેશે. રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહ વચ્ચે આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટ સાથે બેઠક લેશે. આ દરમિયાન ત્યાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થશે.

રામલીલા મેદાનમાં શપથ સમારોહ
ઐતિહાસિક રામલીલા ગ્રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલની શપથનું આયોજન થવા જઈ રહ્યું છે. શપથ સમારોહને લઈ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. વિશાળ મંચ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. મેદાનમાં 45000 ખુરશીઓ લગાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આ સમારોહ માટે જૂની દિલ્હીને આમંત્રિત કરી છે. ખુદ અરવિંદ કેજરીવાલે ઑડિયો અને વીડિયોના માધ્યમથી દિલ્હીવાળાઓને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વદુ લોકો શપથ ગ્રહણ સમારોહમાં પહોંચે.

ત્રીજીવાર મુખ્યમંત્રી બનશે
જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અગાઉ 2013 અને 2015માં અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રામલીલા મેદાનમાં થનાર તેમના આ શપથ સમારોહમાં દિલ્હીની જનતાને ખાસ આમંત્રિત કરવામાં આવી છે. રામલીલા મેદાનમાં 12 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જેથી ગમે ત્યાથી સહેલાઈથી શપથ ગ્રહણ સમારોહ જોઈ શકાય.

આમને આમંત્રણ મળ્યું
આ શપથ સમારોહમાં આમ આદમી પાર્ટીએ ખાસ પીએમ મોદી, દિલ્હીના સાતેય સાંસદો, નવા ચૂંટાયેલા ભાજપના આઠેય ધારાસભ્યો અને તમામ કોર્પોરેટર્સને આમં્રિત કર્યા છે. ઉપરાંત આ ખાસ કાર્યક્રમમાં એક વર્ષના 'છોટે મફલરમેન' નામથી મશહૂર અવ્યાન તોમરને પણ ખાસ આમંત્રિત કર્યું છે. શપથ સમારોહને સુરક્ષાના પુખ્તા ઈંતેજામ કરવામાં આવ્યા છે. શપથ સમારોહ 16 ફેબ્રુઆરી, રવિવારે રામલીલા મેદાનમાં સવારે 10 વાગ્યેથી શરૂ થશે. દિલ્હીની તમામ જનતાને આમંત્રિત કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
