દિલ્હીઃ એક ઘરમાંથી 5 મૃતદેહ મળતાં હાહાકાર, 4-5 દિવસ જૂની છે લાશ
દિલ્હીઃ એક ઘરમાંથી 5 મૃતદેહ મળતાં હાહાકાર, 4-5 દિવસ જૂની છે લાશ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં બુધવારે બપોરે એક ઘરમાંથી 5 શવ મળી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સૂચના મળતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. શરૂઆતી તપાસમાં પોલીસ આત્મહત્યાની આશંકા જતાવી રહી છે. જાણકારી મુજબ આ મૃતદેહ કેટલાક દિવસ જૂના છે અને તેમની હાલત પણ અતિ ખરાબ છે. પોલીસે જણાવ્યું કે પતિ-પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ છે. પોલીસનું કહેવું છે કે બાળકોની ઉંમર 18,16 અને 12 વર્ષની આસપાસ છે. શરૂઆતી જાણકારી માટે પતિ બેટરી રિક્શા ચલાવતો હતો.

જો આત્મહત્યા કરી હોય તો પણ કયા કારણોસર આખા પરિવારે આ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ આપવામાં આવી નથી. વધુ માહિતીનો ઈંતેજાર છે.
શરૂઆતી જાણકારી મુજબ 6 મહિના પહેલા જ ઘરમાં રહેવા આવેલા 43 વર્ષીય શંભૂનાથ, તેમની પત્ની સુનીતા, દીકરો શિવમ અને સચિન તથા દીકરી કોમના મૃતદેહ મળ્યા છે. પોલીસને સવારે 11.30 વાગ્યે પાડોસીઓએ ફોન કર્યો હતો. તેમની ફરિયાદ હતી કે તેમના ઘરમાંથી કંઈક બદબૂ આવી રહી છે. પછી પોલીસે આવી દરવાજો તોડ્યો. દરવાજો ખુલ્યો તો પોલીસ અને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. ત્યાં એક નહિ પૂરી પાંચ લાશ હતી. મળેલી જાણકારી મુજબ મૃતદેહ સડી ચૂક્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
