રક્ષા મંત્રાલયે નવા થલસેના અધ્યક્ષ તરીકે જન. સુહાગની ભલામણ કરી
નવી દિલ્હી, 12 મે : દેશના રક્ષા મંત્રાલયે આજે નવા થલસેના અધ્યક્ષની નિયુક્તિની દિશામાં આગળ વધવાનો નિર્ણય લઇને થલસેનાના ઉપ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ દલબીર સુહાગના નામની ભલામણ થલ સેનાના સર્વોચ્ચ પદ માટે કરી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી લીલી ઝંડી મળ્યાના તરત બાદ કેબિનેટની નિયુક્તિ સમિતી (એસીસી)ને આ અંગેની ભલામણ મોકલી હતી. રક્ષા મંત્રાલયે આદર્શ આચારસંહિતાને જોતા આ મુદ્દે ચુંટણી પંચની સલાહ માંગી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર થલસેના અધ્યક્ષ પદ માટે 59 વર્ષના લેફ્ટનન્ટ જનરલ દલબીર સિંહ સુહાગના નામની જ ભલામણ કરવામાં આવી છે. કારણ કે તેઓ તમામ લેફ્ટનન્ટ જનરલમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે.
હવે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિએ આ ભલામણ અંગે નિર્ણય લેવાનો છે. વર્તમાન થલસેના અધ્યક્ષ જનરલ બિક્રમ સિંહ 31 જુલાઇના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંપરા અનુસાર સરકાર વર્તમાન થલસેના પ્રમુખનો કાર્યકાળ ખતમ થયાના બે મહિના પહેલા નવા પ્રમુખના નામની જાહેરાત કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
