માત્ર નેતાઓની જ માનહાનિ?, શું દેશના કરોડો નાગરિકોની કોઈ ઈજ્જત નથી?: CM ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માનહાનિ કેસ માટે માનસાની એક કોર્ટમાં હાજર થયા હતા. જાણો અહીં તેમણે પત્રકારોને શું કહ્યુ.
માનસાઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માનહાનિ કેસ માટે માનસાની એક કોર્ટમાં હાજર થયા હતા. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે, 'પૂર્વ ધારાસભ્ય નાજર સિંહ માનશાહિયાએ તેમના પર માનહાનિનો કેસ કર્યો છે. શું માત્ર નેતાઓની માનહાનિ થાય છે, આમણે 70 વર્ષથી દેશના કરોડો નાગરિકોની માનહાની કરી છે તેનુ કોઈ મોલ નથી, કોઈ ઈજ્જત નથી. અરવિંદ કેજરીવાલ કંઈ કહે, સંજય સિંહ કંઈ બોલી દે, ભગવંત માન કંઈ કહી દે તો માનહાનિ. એકલુ આમનુ જ માન રહી ગયુ છે બસ.'

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે નજર માનશાહિયાને 1.5 લાખ લોકોએ વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ જો તે લોકોને પૂછ્યા વિના કોંગ્રેસમાં ગયા તો શું તે 1.5 લાખ લોકોની બદનામી નથી થઈ. તેમનુ કોઈ માન નથી. આ એક મજાક બનાવી દીધી છે. આપણા વડીલોને કોર્ટ, તહેસીલ, પોલીસ સ્ટેશનમાં રઝળપાટ કરવાની ફરજ પડે છે, શું તેમની કોઈ માનહાનિ નથી થતી. માને કહ્યુ કે આ ખૂબ જ દુઃખની વાત છે કે અરવિંદ કેજરીવાલ સામે માનહાનિના 15-16 કેસ ચાલી રહ્યા છે કે તેમણે આમ-તેમ બોલ્યુ, પરંતુ તેમના નેતાઓ જે બોલી રહ્યા છે, દેશના ભાગલા પાડવામાં લાગેલા છે, જે કહે છે આમને ગોળી મારી દો, હું તે શબ્દ પણ બોલી નથી શકતો, પરંતુ તેમને Z પ્લસ સુરક્ષા. કેજરીવાલને આતંકવાદી કહેવામાં આવે છે, પરંતુ શું આતંકવાદી શાળાઓ બનાવે છે, મફત વીજળી આપે છે, કોલેજો બનાવે છે કે રસ્તાઓ કે હૉસ્પિટલો બનાવે છે. તેનો અર્થ કેજરીવાલની કોઈ ઈજ્જત નથી, નથી, તેમની કોઈ માનહાનિ નહિ.
સીએમ ભગવંત માને કહ્યુ કે તેઓ કોર્ટનુ સન્માન કરે છે. સીએમ સેશન્સ કોર્ટથી મોટા નથી. જ્યારે કોર્ટ તેમને ગમે ત્યારે બોલાવી શકે છે અને તેઓ આવશે. માને કહ્યુ કે આ લોકો દબાતા લોકોને વધુ દબાવે છે. હવે જે કોંગ્રેસમાં હતા તેઓ પંજાબના પૈસા લૂંટીને ભાજપમાં એટલા માટે ગયા કે હવે બચી જશે. શું આનાથી પંજાબની પ્રજાની કોઈ માનહાનિ નથી થઈ? માને કહ્યુ કે મને આશ્ચર્ય થાય છે કે તેઓ વાત-વાતે કહે છે કે મારી માનહાનિ કરી દીધી.
માને કહ્યુ કે ધારાસભ્ય નાજર સિંહ માનશાહિયા ગામ ફફડામાં એક ટૂર્નામેન્ટમાં ગયા હતા. તેમને ત્યાં બોલવા દેવામાં ન આવ્યા તો ત્યાં લોકો પર માનહાનિ કરે. કોંગ્રેસ ટિકિટ ના આપે તો રાહુલ ગાંધી પર માનહાનિ કરે. પાર્ટી ફંકશનમાં ખુરશી ન મળે તો ત્યાં માનહાનિ કરે. માનહાનિની મજાક બનાવી દીધી છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે વાસ્તવમાં કોંગ્રેસને માનહાનિની કોઈ સમસ્યા નથી. તે ભગવંત માન હાનિનુ દુઃખ છે. આ તેમનાથી સહન નથી થતુ. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને હું કરીશ. દિલ્લી અને પંજાબ પછી ગુજરાત જઈ રહ્યા છીએ. માને કહ્યુ કે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ. આવી માનહાનિઓ તો થતી રહે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
