Pathan 300 કરોડ ક્લબમાં સામેલ, દીપિકાના નામે આ રેકોર્ડ નોંધાયો
શાહરૂખ અને દીપિકાની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. પઠાણે કમાણીનો 300 કરોડનો આંકડો પાર કરતા હવે દીપિકાના નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે.
મુંબઈ : શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટાર ફિલ્મ પઠાણની આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધુમ છે. ફિલ્મે પહેલા 6 દિવસોમાં જ 300 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ વર્લ્ડ વાઈલ્ડ ફિલ્મ 600 કરોડ આસપાસ પહોંચી છે ત્યારે હવે દીપિકાના નામે નવો રેકોર્ડ નોંધાયો છે.

પઠાણ સૌથી ઝડપી 300 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. પઠાણ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ છે જેણે 300 કરોડનો આંકડો પાર કર્યો છે. બીજી તરફ દીપિકા પાદુકોણના કરિયરની આ બીજી ફિલ્મ છે જે 300 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. પઠાણે 300 કરોડનો આંકડો પાર કરતા જ દીપિકા પાદુકોણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે.
અત્યારસુધીમાં 11 બોલિવૂડ ફિલ્મો 300 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મોમાં દીપિકા પાદુકોણની 2 ફિલ્મો છે. દીપિકાની પઠાણ અને પદ્માવત ફિલ્મોએ 300 કરોડથી વધુની કમાણી કરી છે. પઠાણ માત્ર 6 દિવસમાં 300 કરોડને પાર કરી ગઈ છે અને પદ્માવતને 300 કરોડ સુધી પહોંચવામાં 50 દિવસણાં લાગ્યા હતા. હવે સૌથી ઝડપી 300 કરોડ કમાનારી ફિલ્મ અને સૌથી ધીમે 300 કરોડ કમાનારી ફિલ્મનો અનોખો રેકોર્ડ દીપિકાના નામે નોંધાયો છે.
અહીં તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની ભગવા બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મએ ભારતમાં 300 કરોડથી વધુ અને વર્લ્ડ વાઈલ્ડ 600 કરોડને આંકડો પાર કરવા જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
