પ્રોજેક્ટ 75 માટે L&T અને સ્પેનિશ કંપની નવંતિયા વચ્ચે ડિલ, જાણો શું છે પ્રોજેક્ટ 75?
હિંદ મહાસાગરમાં ચીનની દાદાગીરી સામે ભારત સતત તેની તાકાત વધારી રહ્યું છે. આ ક્રમમાં ભારતનો પ્રોજેક્ટ 75 ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે L&T એ સ્પેનિશ કંપની નવંતિયાએ હાથ મિલાવ્યા છે.
સોમવારે લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T અને સ્પેનિશ શિપબિલ્ડિંગ કંપની નવંતિયાએ ભારતીય નૌકાદળના P75 સબમરીન પ્રોગ્રામ માટે ટીમિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સ્પેનની સરકારી માલિકીની શિપબિલ્ડર કંપની નવંતિયા અને ભારતની એન્જિનિયરિંગ અગ્રણી લાર્સન એન્ડ ટુબ્રો એટલે L&T એ ભારતીય નૌકાદળ માટે છ અદ્યતન સબમરીન બનાવવા 43 કરોડના પ્રોજેક્ટ માટે સંયુક્ત બિડિંગ માટે સોમવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.
આ કરારથી કંપનીઓ જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની સરકારી માલિકીની Mazagon Dock Shipbuilders Limited સાથે સ્પર્ધામાં ઉતરશે. આ કંપનીઓએ ભારત સરકારના વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠળ સમાન પ્રોજેક્ટ માટે 7 જુને કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રોજેક્ટ 75I માં ભારતીય બિડર વિદેશી ભાગીદાર સાથે જોડાણ કરશે અને એર-ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ્સથી સજ્જ છ પરંપરાગત સબમરીનનું નિર્માણ કરશે. તે જહાજોને લાંબા સમય સુધી પાણીમાં રહેવાની મંજૂરી આપે છે. પ્રથમ સબમરીનમાં ઓછામાં ઓછું 45 સ્વદેશીકરણ અને છઠ્ઠી સબમરીનમાં 60 સુધી સ્વદેશીકરણ હોવુ એ શરત છે.
P-75I પ્રોગ્રામ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળના સૌથી મોટા પ્રોજેક્ટમાંથી એક છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ S80 સબમરીન 2021 માં લોન્ચ કરવામાં આવી હતી અને 2023 ના અંત સુધીમાં સ્પેનિશ નૌકાદળને તેની ડિલિવરી થાય તે પહેલા તેનું દરિયાઈ પરીક્ષણ ચાલી રહ્યું છે. L&T એ ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીનના નિર્માણ સહિત ઘણા સંરક્ષણ પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
