PM નરેન્દ્ર મોદીથી ડરે છે દાઉદ? ઇકબાલ કાસ્કરનો ખુલાસો
નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ દાઉદ ઇબ્રાહિમ 4 વાર પોતાના ઠેકાણા બદલી ચૂક્યો છે.
ભારતનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરે છે. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી દાઉદને પકડાઇ જવાનો ડર લાગી રહ્યો છે અને આ કારણે તે સતત પોતના રહેવાની જગ્યા પણ બદલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરેન્દ્ર મોદીના સરકાર આવ્યા બાદ દાઉદ પોતાના 4 ઠેકાણા બદલી ચૂક્યો છે અને તેની સુરક્ષામાં 50 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ ખુલાસો દાઉદના ભાઇ ઇકબાલ કાસ્કરે કર્યો છે.

પોલીસની પૂછપરછમાં ઇકબાલે ખુલાસો કર્યો કે, દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે, છેલ્લા થોડા સમયથી તેની સુરક્ષામાં 50 ટકા વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2014 પછીથી દાઉદે પાકિસ્તાનમાં જ 4 ઠેકાણા બદલ્યા છે. તેણે આગળ કહ્યું કે, દાઉદ આજે પણ પોતાના પરિવારજનો સાથે જોડાયેલો છે, પરંતુ તે જાતે ફોન પર વાત નથી કરતો. તે પોતાના માણસો દ્વારા દેશ-વિદેશમાં રહેતા તેના પરિવારજનો અંગે માહિતી મેળવે છે અને જરૂર પડતાં દરેક રીતે તેમની મદદ પણ કરે છે.
દાઉદ ઇબ્રાહિમના ભાઇની ધરપકડ બાદ તેના ઘણા કાળા કામો સામે આવ્યા છે. ઠાણેના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, ઇકબાલ કાસ્કરનો મુખ્ય ધંધો બિલ્ડરો પાસેથી ઉઘરાણી કરવાનો હતો. નોટબંધીને કારણે દાઉદના આ કાળા ધંધાને ફટકો પણ પડ્યો હતો, જે પછી તેઓ ખંડણી તરીકે ફ્લેટની માંગણી કરતા થયા હતા. દાઉદ માટે કામ કરતા હોવાની આશંકા હેઠળ હાલ બે એનસીપી નેતાઓની ભૂમિકાની તપાસ થઇ રહી છે. જો કે, એનસીપી દ્વારા આ તમામ શંકા અને શક્યતાઓને નકારવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
