જાણો આખરે વિવાદિત રાફેલ વિમાન ભારતને ક્યારે મળશે
ફ્રેન્ચ જેટ રાફેલ નિર્માતા કંપની ડેસોલ્ટ એવિયેશન સીઈઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 થી ભારતને આ જેટની ડિલિવરી શરુ થઇ જશે.
ફ્રેન્ચ જેટ રાફેલ નિર્માતા કંપની ડેસોલ્ટ એવિયેશન સીઈઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 થી ભારતને આ જેટની ડિલિવરી શરુ થઇ જશે. ભારતે ફ્રાન્સ સાથે વર્ષ 2016 દરમિયાન 36 રાફેલ જેટની ડીલ સાઈન કરવામાં આવી હતી. આ ડીલ પર વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા ખુબ જ હંગામો કરવામાં આવ્યો હતો. વિપક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ડીલ ભારતમાં અત્યારસુધીનો સૌથી મોટો રક્ષા ઘોટાળો છે.

રાફેલ ડિલિવરી પર કંઈક આવું બોલ્યા સીઈઓ
કંપનીના સીઈઓ એરિક ટ્રેપિયર ઘ્વારા આ વાત સોમવારે અમેરિકાના ઓરલેન્ડોમાં ચાલી રહેલા સૌથી મોટા જેટ શૉ દરમિયાન જણાવવામાં આવી હતી. તેની સાથે તેમને જણાવ્યું હતું કે કંપનીને આવનારા દિવસોમાં બીજા પણ કેટલાક જેટ માટે ઓર્ડર મળી શકે છે. શુક્રવારે રક્ષામંત્રી નિર્મલા સીતારમન ફ્રાન્સમાં હતા અહીં તેમને કહ્યું કે મોદી સરકારે ડેસોલ્ટ કંપનીના તે નિર્ણયમાં કોઈ પણ હસ્તક્ષેપ નથી કર્યો, જેને હેઠળ અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર પસંદ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમન ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે હતા.
આ પણ વાંચો: જેને સાઇકલ નથી બનાવી તેને પીએમે રાફેલ કોન્ટ્રાક્ટ આપ્યો: રાજ બબ્બર
તેમને કહ્યું કે આ બે સરકારો વચ્ચે થયેલી ડીલ હતી, જેમાં કોઈ વ્યક્તિની કંપનીનો કોઈ ઉલ્લેખ હતો જ નહિ. રક્ષામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે રક્ષાની ખરીદ પ્રક્રિયામાં કોઈ પણ ઓફસેટ ઇમીગ્રેશન હેઠળ દરેક ઉત્પાદને તેને પૂરું કરવાનું રહે છે અને તેને ભારતમાં કોઈ કંપની સાથે આ ડીલ ને અંઝામ સુધી પહોંચાડવાનું છે તો તે પુરી રીતે તેમનો નિર્ણય હોય છે કે તેમને કઈ કંપનીની પસંદગી કરવી છે.
આ પણ વાંચો: રાફેલ જેટની ખરીદીના ફાયદા-ગેરફાયદા પર એક નજર
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
