મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ ભાજપમાં ભંગાણ, પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારોની ચર્ચાઓ વચ્ચે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ફટકો પડ્યો છે.
ડાંગના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે ફરી એકવાર કોંગ્રેસ પક્ષમાં ઘરવાપસી કરી છે. આ જોડાણથી ડાંગ જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મંગળ ગાવીતનું કોંગ્રેસમાં જોડાણ ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષનો ખેસ પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મંગળ ગાવીતની સાથે તેમના મોટી સંખ્યામાં સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે જિલ્લા ભાજપમાં સ્પષ્ટ ભંગાણ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પૂર્વ ધારાસભ્ય ગાવીતની સાથે ભાજપના અન્ય સક્રિય કાર્યકરો અને જિલ્લાના મહત્વના હોદ્દેદારોએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમાં દીપક પીપળે ભાજપના સક્રિય કાર્યકર અને તાલુકા પંચાયત આહવાના સભ્ય છે. લાલભાઈ જિલ્લા પંચાયતના સભ્ય અને વસંતભાઈ જિલ્લાના અગ્રણી કાર્યકર પણ સામેલ છે. આ અગ્રણી નેતાઓના જોડાવાથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.
પ્રધાનમંડળના વિસ્તરણની સંભાવનાઓ વચ્ચે ભાજપના નેતાઓનું આ રીતે અન્ય પક્ષમાં જોડાવું એ પક્ષ માટે ચિંતાનો વિષય છે.
ડાંગ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં મંગળ ગાવીત અને તેમના સમર્થકોની કોંગ્રેસમાં વાપસીથી સ્થાનિક સ્તરે પક્ષની તાકાતમાં વધારો થયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની કે વિધાનસભાની ચૂંટણીઓમાં ડાંગ બેઠક પર આ નિર્ણયની મોટી અસર જોવા મળી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
