અમૃતસર ટ્રેન અકસ્માતઃ લોકોને બચાવવા રાવણ બનેલા આ શખ્સે પોતાનો જીવ આપી દીધો
અમૃતસરઃ ખુદનો જીવ આપી 'રાવણ'એ કેટલાય લોકોના જીવ બચાવ્યા
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહનના સમયે રુવાંટાં ઉભાં થઈ જાય તેવી ઘટના બની હતી. આ ઘટનાને પગલે બધા એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. રલવેએ સ્પષ્ટ કહી દીધું કે આ મામલે અમારો કોઈ વાંક નથી, તો બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ આપ્યા છે જે ચાર અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. રામલીલામાં રાવણનો રોલ નિભાવનાર દલવીર સિંહનું પણ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું છે, પરંતુ મરતાં પહેલા દલવીર સિંહ કેટલાય લોકોને જીવનદાન આપતો ગયો.

પોતાના જીવની ચિંતા કર્યા વિના કેટલાય લોકોને બચાવ્યા
જાણકારી મુજબ દલવીર સિંહ લાંબા સમયથી અમૃતસરના ચૌડા-બજારમાં થતી રામલીલામાં રાવણનો કિરદાર નિભાવતો આવ્યો છે. દશેરાના દિવસે પણ તે રામલીલામાં મંચન કરી રહ્યા હતા અને રાવણ વધ થયા બાદ ઘર જવા માટે નિકળ્યા હતા. દલવીર સિંહ ટ્રેનના પાટા પરથી ચાલીને ઘરે જઈ જ રહ્યા હતા કે તેમણે જલંધરથી પૂરપાટ ઝડપે આવતી ટ્રેનનો અવાજ સાંભળ્યો. જે બાદ દલવીર સિંહ ચીસો નાખતા નાખતા ટ્રેક તરફ દોડી આવ્યા અને લોકોને ટ્રેક પરથી હટાવવા લાગ્યા. દલવીર સિંહનો અવાજ સાંભળીને કેટલાક લોકો ટ્રેકથી હટી ગયા પરંતુ ત્યારે જ અચાનક ટ્રેન આવી ગઈ અને તેની ઝપેટમાં આવી ગયેલ દલવીર સિંહનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.

પરિવારમાં વિધવા મા, પત્ની અને માસૂમ દીકરો
પોતાના દીકરાના મૃત્યુની ખબર સાંભળીને દલવીરની માતાનો રોઈ રોઈને ખરાબ હાલ છે. જો કે પોતાના દીકરાની બહાદુરી પર એમને ગર્વ પણ છે. પરિવારમાં દલવીરની વિધવા મા, પત્ની અને આઠ મહિનાનો દીકરો છે. દલવીરની માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એમના દીકરાના મૃત્યુથી એમના પરિવારનો સહારો છીનવાઈ ગયો છે. એમણે સરકારને દલવીરની વિધવા પત્ની માટે એક નોકરીની માગણી કરી, જેથી તે પોતાના દીકરાનું ભરણપોષણ કરી શકે. દલવીરની પત્નીનું કહેવું છે કે તેના પતિના મૃત્યુ માટે રેલવે અને પ્રશાસન બંને દોષી છે.

ઘટનામાં અત્યાર સુધીમાં 61નાં મોત
જણાવી દઈએ કે શુક્રવારે દશેરાના દિવસે અમૃતસરના ચૌડા બજારમાં રાવણ દહન દરમિયાન થયેલ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 61 લોકો મૃત્યુ પામ્યા છે. ઘટનાને પગલે કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક અને તેની આજુબાજુમાં ઉભીને રાવણ દહન જોઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ ટ્રેને કેટલાય લોકોને અડફેટે લઈ લીધા હતા.

મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
પંજાબ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મૃતકોના પરિજનોને 5 લાખના વળતરનું એલાન કર્યુ છે. ઘાયલોની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દૂર્ઘટનાવાળી જગ્યાએ પણ ગયા. અમરિંદર સિંહે કહ્યુ કે દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધા પક્ષોએ આ મુદ્દે એક થવાની જરૂર છે. તેમણે કહ્યુ કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદારી નક્કી થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
