જાણો ચાની દુકાન પર કામ કરતો મદન કઈ રીતે દાતી મહારાજ બન્યો
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. દાતી મહારાજ વિરુદ્ધ દિલ્હીમાં આઇપીસી ધારા 376, 377, 354 અને 34 હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. દાતી મહારાજના લાખોમાં ફોલોવર બતાવવામાં આવી રહ્યા છે અને તેમને ખુબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. તેમની પાસે ઘણી સંપત્તિ પણ છે. 68 વર્ષના દાતી મહારાજ કઈ રીતે આટલા ફેમસ બાબા બની ગયા તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે.

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા
રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં 1950 માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. મદનના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના જયારે સાત વર્ષના થયા ત્યારે જ તેના માતા પિતાની મૃત્યુ થઇ ગયી. તેવામાં ખોરાક અને કામની શોધમાં મદન કોઈની સાથે દિલ્હી આવી ગયો. દિલ્હી આવીને તેને મજૂરી શરૂ કરી.

ચાની દુકાન પર કામ કર્યું
શરૂઆતમાં મદને દિલ્હી આવીને ચાની દુકાન પર મજૂરી કરી. તે દરમિયાન તેને કેટરિંગ કામ શીખ્યું અને નાની નાની પાર્ટીઓમાં તે કેટરિંગ કામ કરવા લાગ્યો. મદનના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે 1996 દરમિયાન તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થયી અને તેને જન્મપત્રી જોવાનું શીખી લીધું. ત્યારપછી તેને બીજું બધું કામ બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલી નાખ્યું. અહીં તેને પોતાનું નામ મદન થી દાતી મહારાજ રાખી લીધું.

1998 ઈલેક્શન પછી કિસ્મત બદલાઈ
વર્ષ 1998 દિલ્હી વિધાનસભા ઈલેક્શન દરમિયાન તેમને એક ઉમેદવારની કુંડળી જોઈને તેના જીતની ભવિષ્યવાણી કરી અને તે ઉમેદવાર જીતી ગયો. આ ઉમેદવારે ખુશ થઈને તેને પુશ્તેની મંદિરની દેખરેખ કરવાનું કામ સોંપી દીધું. દાતી મહારાજની લોકપ્રિયતા ક્ષેત્રમાં ફેલાઈ ગયી. વર્ષ 2010 દરમિયાન તેમને 1008 મહામંડલેશ્વર ઉપાધિ મળી. ત્યારપછી તેમના પ્રોગ્રામ ટીવી ચેનલો પણ આવવા લાગ્યા. તેમને ઘણી જગ્યા પર પોતાના આશ્રમ, ગૌશાળા, હોસ્પિટલ અને અનાથાશ્રમ બનાવવાનું ચાલુ કરી દીધું. દિલ્હી, રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં આજે દાતી મહારાજ ઘણું મોટું નામ બની ચૂક્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
