Photo : વાવાઝોડું હુડહુડ વિશાખાપટ્ટનમ, વિઝાગમાં ત્રાટક્યું
હૈદરાબાદ/ભુવનેશ્વર, 12 ઓક્ટોબર : વાવાઝોડા હુડહુડ અંગેની અપડેટ મેળવવા પેજ રિફ્રેશ કરતા રહો...
અપડેટ

1
વાવાઝોડાને કારણે તેજ ગતિથી ફૂંકાઇ રહેલા પવનને કારણે દરિયા કિનારાઓ પર મોજીની તીવ્રતા વધી છે

2
દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે.

3
રસ્તાઓ વાવાઝોડાને અને ભારે વરસાદને કારણે સૂમસામ બન્યા છે

4
લોકોએ સ્થળાંતર શરૂ કર્યું છે

5
માછીમારોએ પોતાની હોડીઓ દરિયામાંથી પાછી ખેંચવાનું શરૂ કર્યું છે

6
હોડીઓ પાછી ખેંચે છે

7
માછીમારોને અપાઇ ચેતવણી
|
8

9
વ્યવસ્થાતંત્ર રેડી
|
10
બચાવની તૈયારી
બંગાળની ખાડીમાં બનેલું સમુદ્રી તોફાન કે વાવાઝોડું હુડહુડ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને વિઝાગમાં ત્રાટકી ચૂક્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે
બંગાળની ખાડીમાં બનેલું સમુદ્રી તોફાન કે વાવાઝોડું હુડહુડ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માત્ર 60 કિલોમીટર દૂર છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર બપોર થતા પહેલા જ તે વિશાખાપટ્ટનમના દરિયા કિનારા પર પહોંચીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગે હુડહુડને અતિ ઉગ્ર વાવાઝોડું ઘોષિત કર્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ત્રાટક્યા બાદ તેનો સપાટો લગભગ છ કલાક સુધી ચાલશે. તાજા અહેવાલો અનુસાર આજે સવારે વિશાખાપટનમમાં કલાકના 140 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાની ગતિ વધીને 180 કિ.મી.ની થઈ શકે છે. વિશાખાપટનમમાં ઠેરઠેર ઝાડ ઉખડી ગયા છે અને વીજળીના જોડાણો તૂટી ગયા છે. લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ-ચેતવણી આપવામાં આવી છે. વિસ્તારમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે.
આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ ઉપરાંત ઓડિશામાં પણ વિનાશ વેરી શકે છે તેથી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું ગયું છે. બંને રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયા બાદ લોકોના સ્થળાંતર શરૂ થઇ ગયા છે.
આંધ્ર પ્રદેશના ઉત્તરીય દરિયાકાંઠા વિસ્તારો વિશાખાપટ્ટનમ, વૈઝાગ અને શ્રીકાકુલમમાં આ દરિયાઈ ચક્રવાતની સૌથી ખરાબ અસર થશે. જોકે પૂર્વિય અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં તોફાનને પગલે ભારે તબાહી થવાની આશંકા વહીવટીતંત્ર સેવી રહ્યું છે.
આંધ્ર પ્રદેશના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી અંદાજે સાડા ત્રણ લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરી રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે. માછીમોરોને શનિવાર સવારથી જ દરિયો ન ખેડવાની ચેતવણી જાહેર કરી દેવાઈ છે.
ઓડિશા સરકારે દક્ષિણના જિલ્લાઓ મલકાનગિરી, કોરાપુટ, નાબારંગપુર, રાયાગાડા, ગજાપતિ, ગંજમ, કાલાહાંડી અને કંધમાલમાંથી લોકોને સલમત સ્થળે ખસેડવાના શરૂ કરી દીધા છે. નૌકાદળની 30 ટૂકડીઓ ઉપરાંત NDRFની 39 જેટલી ટૂકડીઓ રાહત અને બચાવકાર્યમાં લાગી ગઈ છે. હવામાન વિભાગે હુડહુડને ઘાતક ગણાવ્યું છે.
પૂર્વીય રેલવેએ તોફાનને પગલે ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ વચ્ચેના રૂટમાં રવિવારે સવારથી 38 ટ્રેનોની સેવા રદ કરી દીધી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદને પગલે ટેલિકોમ સેવા, ઉપરાંત માર્ગ અને રેલવે સેવાને અસર થવાની શક્યતા દર્શાવી છે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે આ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી છે. તેલંગાણાએ પણ આંધ્રપ્રદેશને મદદ માટેની તૈયારી દર્શાવી છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આફતના સમયે સંચાર નેટવર્ક માટે વધારાના સેટેલાઇટ ફોન ફોનની માંગણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
