Cyclone Biparjoy : ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી શકે છે વાવાઝોડુ બિપરજોય, 5 જિલ્લામાં રેડ એલર્ટ
અરબ સાગરમાંથી ધરતી પર પગ મુકીને હવે વાવાઝોડુ ગુજરાતને ધમરોળીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડુ રાજસ્થાનમાં પણ વિનાશ વેરી શકે છે. એટલે જ હવામાન વિભાગે 5 જિલ્લામાં એલર્ટ જારી કર્યુ છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, આ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી શકે છે અને ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત બિપરજોય આગામી 48 કલાકમાં રાજસ્થાનમાં પ્રવેશી શકે છે અને જે સમયે તે અહીં પ્રવેશ કરશે ત્યાં ભારે વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે બાડમેર, જોધપુર, જાલોર, નાગૌર અને પાલી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયુ છે.
હવામાન વિભાગની ધારણા અનુસાર, અહીં 150 થી 250 મીમી સુધી વરસાદ પડી શકે છે. હાલ સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની શરૂઆતી અસર દેખાવા લાગી છે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે.
આ પાંચ જિલ્લાઓ ઉપરાંત રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 75 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજસ્થાનમાં 15 થી 17 જૂન દરમિયાન હવામાન ખરાબ રહેશે. લોકોને એલર્ટ રહેવા કહેવાયુ છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલ ચક્રવાત બિપરજોય ગુજરાતના જખૌ પાસે દરિયા કિનારા સાથે ટકરાયુ છે અને લેન્ડફોલ ચાલી રહ્યુ છે. આ લેન્ડફોલ મોડી રાત સુધી ચાલશે અને ત્યારબાદ ગુજરાતને પાર કરીને રાજસ્થાન તરફ આગળ વધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
